નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસઃ પટિયાલા હાઉસ કોર્ટે તમામ ગુનેગારોની ફાંસી પર લગાવી રોક

|

Jan 19, 2021 | 9:33 AM

નિર્ભયા કેસમાં તમામ ગુનેગારોની ફાંસી પર રોક લગાવી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટે આગળના આદેશ સુધી ફાંસી પર રોક લગાવી દીધી છે. આવતીકાલે ફાંસીની સજા મળવાની હતી. જેને લઈને કોર્ટે આગળના આદેશ સુધી નિર્ણય મોકૂફ કર્યો છે. ફાંસીની સજાથી બચવા માટે કાનૂનના વિકલ્પને અજમાવવામાં આવી રહ્યા છે. ગુનેગાર વિનય દ્વારા ફાંસી પર રોકની અરજી કરાઈ […]

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસઃ પટિયાલા હાઉસ કોર્ટે તમામ ગુનેગારોની ફાંસી પર લગાવી રોક

Follow us on

નિર્ભયા કેસમાં તમામ ગુનેગારોની ફાંસી પર રોક લગાવી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટે આગળના આદેશ સુધી ફાંસી પર રોક લગાવી દીધી છે. આવતીકાલે ફાંસીની સજા મળવાની હતી. જેને લઈને કોર્ટે આગળના આદેશ સુધી નિર્ણય મોકૂફ કર્યો છે. ફાંસીની સજાથી બચવા માટે કાનૂનના વિકલ્પને અજમાવવામાં આવી રહ્યા છે. ગુનેગાર વિનય દ્વારા ફાંસી પર રોકની અરજી કરાઈ હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરુવારે વિનય તરફથી એક અરજી દાખલ કરાઈ હતી. જેમાં તેની દલીલ હતી કે, તેની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ છે. જેથી તેની ફાંસી પર રોક લાગવી જોઈએ. તો અન્ય એક ગુનેગાર પવને પણ પોતે સગીર હોવાની દલીલ સાથે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. જો કે, કોર્ટે તેની અરજી નામંજૂર કરી દીધી હતી.

આ પણ વાંચોઃ ઉર્જા ક્ષેત્રે દેશ અને દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્કનું ગુજરાતમાં થશે નિર્માણઃ સૌરભ પટેલ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વકીલ વૃંદા ગ્રોવરે એક ખાનગી ચેનલને જણાવ્યું કે, આ કિસ્સામાં અલગ-અલગ ફાંસી આપી શકાય નહીં. નિયમ પ્રમાણે કોઈપણ રીતે એક કેસમાં આરોપીને અલગ-અલગ ફાંસી આપી શકાય નહીં. પહેલા તમામ ગુનેગારોની અરજી પર નિર્ણય થવો જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:23 pm, Fri, 31 January 20

Next Article