નિકિતા તોમર મર્ડર કેસનો ચુકાદો, ફાસ્ટ ટ્રેક કોર્ટે બે આરોપીને દોષી જાહેર કર્યા

|

Mar 24, 2021 | 10:16 PM

ફરીદાબાદના Nikita Tomar મર્ડર કેસનો ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો આવ્યો છે. જેમાં અદાલતે આ મર્ડર કેસના મુખ્ય આરોપી તૌસિફ અને તેના મિત્ર રેહાનને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં ત્રીજા આરોપી અઝરુદ્દીનને  નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

નિકિતા તોમર મર્ડર કેસનો ચુકાદો, ફાસ્ટ ટ્રેક કોર્ટે બે આરોપીને દોષી જાહેર કર્યા
Nikita Tomar Murder Case File Image

Follow us on

ફરીદાબાદના Nikita Tomar મર્ડર કેસનો ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો આવ્યો છે. જેમાં અદાલતે આ મર્ડર કેસના મુખ્ય આરોપી તૌસિફ અને તેના મિત્ર રેહાનને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં ત્રીજા આરોપી અઝરુદ્દીનને  નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ સજા પર વધુ સુનવણી 26 માર્ચના રોજ કરવામાં આવશે. ગત વર્ષે 26 ઓકટોબરના રોજ નિકિતા તોમરે ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતાં તૌસિફે તેને ગોળી મારી દીધી હતી.

નિકિતાના પિતા ભાવુક થઈ ગયા

કોર્ટનો ચુકાદો સાંભળીને Nikita Tomar ના પિતા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે આ પાંચ મહિનાનો સમય અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. આવા આરોપીઓને જીવવાનો અધિકાર નથી. અમે આરોપીની સજા માટે વધુ બે દિવસ રાહ જોઇશું. તેને ફાંસીની સજા આપવી જ જોઇએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નિકિતા તોમરના વકીલે ફાંસીની માંગ કરી
આ અંગે નિકિતા તોમરના વકીલે જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા તૌસિફ અને રેહાનને હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યા હતા, જયારે ત્રીજા આરોપી અઝહરુદ્દીને નિર્દોષ જાહેર કર્યો હતો. જ્યારે 26 માર્ચે સજાની ચર્ચા કરવામાં આવશે. વકીલે કહ્યું અમે ગુનેગારો માટે ફાંસીની સજાની માંગ કરીશું.

નિકિતા તોમર મર્ડરનો શું છે આખો મામલો

ઉલ્લેખનીય છે કે Nikita Tomarની હત્યા 26 ઓક્ટોબરના રોજ ફરીદાબાદના બલ્લભગઠમાં થઈ હતી. નિકિતાની હત્યાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 27 ઓક્ટોબરે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી તૌસિફ અને તેના મિત્ર રેહાનની ધરપકડ કરી હતી. તેની બાદ તૌસિફના બીજા મિત્ર અઝરુદ્દીનની ધરપકડ કરવામાં આવી. અઝરુદ્દીન પર દેશી કટસ ગોઠવવાનો આરોપ હતો.

પોલીસે  11 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરી

આ કેસમાં પોલીસે માત્ર આરોપીઓ વિરુદ્ધ 11 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરી. પોલીસે ચાર્જશીટમાં 64 લોકોને સાક્ષી બનાવ્યા. ફાસ્ટ ટ્રેક કોર્ટને કારણે આ કેસની સુનાવણી લગભગ દરરોજ થતી હતી. ફેબ્રુઆરી મહિનામાં પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પૂરક ચાર્જશીટમાં પોલીસે 10 અન્ય લોકોને સાક્ષી બનાવ્યા હતા.

પીડિત પક્ષ તરફથી 55 સાક્ષીઓની જુબાની લેવામાં આવી

સુનાવણી દરમિયાન પીડિત પક્ષ તરફથી 55 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. બચાવપક્ષે પણ કોર્ટમાં 2 સાક્ષીઓ રજૂ કર્યા હતા. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બુધવારે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે તૌસિફ અને તેના મિત્ર રેહાનને હત્યા માટે દોષિત ઠેરવ્યા છે જ્યારે તેનો મિત્ર અઝરુદ્દીનને નિર્દોષ જાહેર કર્યો છે.

Published On - 10:13 pm, Wed, 24 March 21

Next Article