Night Curfew: હિમાચલ પ્રદેશમાં હવે નહીં રહે નાઇટ કર્ફ્યુ, લગ્ન અને અન્ય સમારોહમાં રાહત

|

Feb 09, 2022 | 4:57 PM

સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને અન્ય પ્રકારના મેળાવડાને પણ મુક્તિ આપવામાં આવી છે. આવા કાર્યક્રમો દરમિયાન, સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા એકત્ર થઈ શકે છે. લોકો 50 ટકા ક્ષમતા સાથે લગ્ન સમારોહમાં પણ આવી શકશે.

Night Curfew: હિમાચલ પ્રદેશમાં હવે નહીં રહે નાઇટ કર્ફ્યુ, લગ્ન અને અન્ય સમારોહમાં રાહત
Night curfew will no longer be applicable in Himachal Pradesh

Follow us on

હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) કોરોના વાઈરસના (Coronavirus) સંક્રમણને રોકવાના હેતુથી લાદવામાં આવેલ નાઈટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. રાજ્ય કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે, તેથી હવે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ લાગુ થશે નહીં. આ સાથે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને અન્ય પ્રકારના મેળાવડા પર પણ છૂટ આપવામાં આવી છે. આવા કાર્યક્રમો દરમિયાન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા એકત્ર થઈ શકે છે. લોકો 50 ટકા ક્ષમતા સાથે લગ્ન સમારોહમાં પણ આવી શકશે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમણ ધીમી પડતું જોઈને રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. બુધવારે સત્તાવાર નિવેદન શેયર કરતી વખતે આ માહિતી આપવામાં આવી હતી. હિમાચલમાં 1 ફેબ્રુઆરીએ કોરોના ચેપના કુલ કેસોની સંખ્યા 9,672 હતી, જે 8 ફેબ્રુઆરી સુધીમાં ઘટીને 4,812 થઈ ગઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અધિકારીએ કહ્યું “બુધવારે મુખ્યમંત્રી જય રામ ઠાકુરની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.” રાજ્યમાં 5 જાન્યુઆરીએ નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો, જે મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ તેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યા હતા. જો કે નાઈટ કર્ફ્યુ હવે હટાવી લેવામાં આવ્યો છે, કેટલાક નિયંત્રણો હજુ પણ અમલમાં રહેશે.

અધિકારીએ કહ્યું કે લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર સહિત તમામ સામાજિક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં માત્ર 50 ટકા લોકોને જ મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો – Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો – Goa Election 2022: TMCએ અમિત શાહ-પ્રિયંકા ગાંધી પર કોરોના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો, ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માગ કરી

ચો – Maharashtra: સંજય રાઉતે વેંકૈયા નાયડુને પત્ર લખ્યો, ઠાકરે સરકારને પછાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, બીજેપી નેતા રામ કદમે કહ્યું ખોટા કામ કરનારા જ ડરે છે

Next Article