Next CDS of India: શું જનરલ નરવણે દેશના નવા CDS બનશે? જાણો કયા નામો રેસમાં છે

|

Apr 30, 2022 | 10:16 PM

દેશના નવા સીડીએસ માટે તો સૌથી વધુ સંભાવના તો પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેની (MM Naravane) છે, પરંતુ કેટલાક અન્ય નામો પણ ચર્ચામાં છે, જેઓ આ રેસમાં સામેલ છે.

Next CDS of India: શું જનરલ નરવણે દેશના નવા CDS બનશે? જાણો કયા નામો રેસમાં છે
New CDS - MM Narawane
Image Credit source: TV9 GFX/Nilesh

Follow us on

ગયા વર્ષે ડિસેમ્બરમાં, ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (First CDS of India) જનરલ બિપિન રાવતનું (General Bipin Rawat) હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ત્યારથી આ મહત્વની જગ્યા ખાલી પડી છે. ચાર મહિનાથી વધુ સમય વીતી જવા છતાં કેન્દ્ર સરકારે હજુ સુધી જાહેરાત કરી નથી કે દેશના આગામી સીડીએસ કોણ હશે. જનરલ બિપિન રાવતના અવસાન બાદથી તેમના અનુગામી માટે સંભવિત નામોની અટકળો ચાલી રહી છે. જોકે દેશના આગામી સીડીએસનું (Next CDS) નામ અત્યારે નક્કી નથી.

વર્ષ 2019 માં, જ્યારે દેશમાં સેનાની ત્રણેય વિંગના વડા તરીકે CDSની કલ્પના કરવામાં આવી હતી અને નવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી, ત્યારે પરિસ્થિતિ સમાન હતી. તે પછી વ્યાપકપણે અપેક્ષા રાખવામાં આવી હતી અને અટકળો લગાવવામાં આવી રહી હતી કે તત્કાલીન આર્મી ચીફ જનરલ બિપિન રાવત દેશના પ્રથમ સીડીએસ બનશે. પરંતુ સરકાર દ્વારા તેમની નિવૃત્તિના એક દિવસ પહેલા જ આ જાહેરાત કરવામાં આવી હતી.

આ વખતે પણ લાંબા સમયથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જનરલ મનોજ મુકુંદ નરવણે આ પદ માટે મુખ્ય અને સૌથી યોગ્ય દાવેદાર છે. શનિવાર, 30 એપ્રિલના રોજ, જ્યારે તેઓ આર્મી સ્ટાફના વડા પદ પરથી નિવૃત્ત થયા છે અને સરકારે CDS પદ માટે તેમના નામની જાહેરાત કરી નથી.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

જનરલ નરવણેના નામની ચર્ચાએ જોર પકડ્યું છે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ સપ્તાહે સોમવારે મોડી રાત્રે ડિફેન્સ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ બાદ આ અંગે ઉત્સુકતા વધી ગઈ હતી. આમાં, જનરલ નરવણેને પેન્શન પેમેન્ટ ઓર્ડર મળ્યાની તસવીર ટ્વીટ કરવામાં આવી હતી. સૈન્ય અધિકારીઓના કોરિડોરમાં તેમના સીડીએસ બનવા કે નહીં તે અંગે જુદી જુદી અટકળો લગાવવામાં આવી રહી છે. અધિકારીઓનો એક વર્ગ માને છે કે લોકો તેમાં વધારે રસ દાખવી રહ્યા છે. જનરલ મનોજ મુકુંદ નરવણેની નિવૃત્તિ બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે.

બીજું કોણ છે રેસમાં?

દેશના નવા સીડીએસ માટે તો સૌથી વધુ સંભાવના તો પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેની છે, પરંતુ કેટલાક અન્ય નામો પણ ચર્ચામાં છે, જેઓ આ રેસમાં સામેલ છે. એવો અંદાજ છે કે આગામી સીડીએસ તરીકે સરકાર સેનાની ત્રણેય વિંગ એટલે કે ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના પ્રમુખોના નામ પર ચર્ચા કરી શકે છે. આથી જનરલ નરવણે સિવાય એરફોર્સ ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારનું નામ પણ આ રેસમાં સામેલ છે. જોકે, મોટાભાગે જનરલ એમએમ નરવણેના નામ પર સર્વસંમતિ સધાય તેમ જણાય છે.

જનરલ નરવણે શા માટે મુખ્ય દાવેદાર છે?

જનરલ નરવણે આગામી સીડીએસ બનવાની રેસમાં સૌથી આગળ છે. ત્રણ સેના પ્રમુખોમાં તેઓ સૌથી વરિષ્ઠ છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં લેફ્ટનન્ટ કર્નલ મનોજ કે ચન્નને પણ એક લેખમાં જનરલ નરવણેના નામની શક્યતા વ્યક્ત કરી છે. સમજી શકાય છે કે જનરલ નરવણેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પૂર્વી લદ્દાખમાં તેણે જે રીતે સ્ટેન્ડઓફને હેન્ડલ કર્યું તે જોતાં, ટોચના પદ પર તેમની નિમણૂકની શક્યતા વધુ છે.

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે 30 સપ્ટેમ્બર અને 30 નવેમ્બરના રોજ પદ સંભાળ્યું હતું. જો કે, એ પણ હકીકત છે કે દેશમાં અત્યાર સુધી માત્ર એક જ CDS છે અને તેથી ઉત્તરાધિકારીનો ન તો કોઈ ઈતિહાસ છે કે ન તો કોઈ નિશ્ચિત પ્રક્રિયા છે. જો કે, એવું માનવામાં આવે છે કે નવા સીડીએસના નામની જાહેરાત આગામી એકથી બે અઠવાડિયામાં કરવામાં આવશે.

વાજપેયી સરકારમાં સૂચન, મોદી સરકારમાં અમલ

બિપિન રાવત અત્યાર સુધી દેશમાં એકમાત્ર સીડીએસ જનરલ છે. તેમના પહેલા ત્રણેય દળોના વડાનું કોઈ પદ નહોતું. આ પોસ્ટ સૌપ્રથમ કારગીલ સમીક્ષા સમિતિ દ્વારા સૂચવવામાં આવી હતી. આ સમિતિની રચના અટલ બિહારી વાજપેયીની સરકારમાં કરવામાં આવી હતી. વર્ષ 1999 જ્યારે કારગિલ યુદ્ધની જીતના 3 દિવસ બાદ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે તાલમેલનો અભાવ દર્શાવ્યો હતો.

સમિતિએ સેનાની ત્રણેય વિંગમાં સંકલનના અભાવને દૂર કરવા પણ સૂચન કર્યું હતું. જો કે, પીએમ નરેન્દ્ર મોદીની સરકારમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ 24 ડિસેમ્બર 2019ના રોજ આ પદની ઔપચારિક જાહેરાત કરી હતી. આ માટે જનરલ બિપિન રાવતનું નામ સૂચવવામાં આવ્યું હતું અને પછી તેમને આ પદ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રશિયા-યુક્રેનનુ યુદ્ધ હવે વિશ્વ યુદ્ધ તરફ? રશિયા અને નાટો વચ્ચે ટક્કર, બ્લેક સી અને બાલ્ટિક સીમાં ફાઈટર પ્લેન સામસામે

આ પણ વાંચો: Haridham Sokhada: 17 જાન્યુઆરીનો મહિલા હરિભક્તોનો વીડિયો વાઇરલ, હજુ એક વીકેટ પડવાનો અને ગુણાતીતને મારી નાખવાનો ઉલ્લેખ

Next Article