ટૂંક સમયમાં દરેક ફોનમાં આવી જશે સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ‘નાવિક’, વાંચો ખબર

|

Oct 15, 2019 | 5:27 PM

ભારતમાં હાલ બધા જ ફોનમાં જીપીએસ સિસ્ટમ છે. જેના દ્વારા આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. જીપીએસ અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા ડેવલપ કરવામાં આવી છે. ઈસરો ભારત માટે અલગથી Navic એટલે કે નાવિક સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે જે આ વર્ષના અંત સુધી નવા તમામ ફોનમાં આવી શકે છે. Web […]

ટૂંક સમયમાં દરેક ફોનમાં આવી જશે સ્વદેશી નેવિગેશન સિસ્ટમ નાવિક, વાંચો ખબર

Follow us on

ભારતમાં હાલ બધા જ ફોનમાં જીપીએસ સિસ્ટમ છે. જેના દ્વારા આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. જીપીએસ અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા ડેવલપ કરવામાં આવી છે. ઈસરો ભારત માટે અલગથી Navic એટલે કે નાવિક સિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે જે આ વર્ષના અંત સુધી નવા તમામ ફોનમાં આવી શકે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ચિદમ્બરમને INX MEDIA કેસમાં ઝટકો, જાણો કોર્ટના આદેશ બાદ શું થશે કાર્યવાહી?

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરો દ્વારા કોઈ અન્ય દેશ પર આધાર ન રાખવો પડે તે માટે નાવિક સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ ટેક્નોલોજીને એક કંપની Qualcomm દ્વારા ખરીદવામાં આવી છે. જેને ટેક્નોલોજીના મહાકુંભ IMC 2019માં રાખવામાં પણ આવી છે. નવેમ્બરથી ભારતની સ્વદેશી જીપીએસ સિસ્ટમ મોબાઈલ કંપનીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈસરો દ્વારા નાવિક સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવેલી સિસ્ટમ છે. જેના દ્વારા ભારતના તમામ વિસ્તારોની ભૌગોલિક જાણકારી મેળવવામાં મદદ મળશે. અમેરિકાની જીપીએસ સિસ્ટમ સાથે હાલ ભારતના બધા જ ફોન કનેક્ટેડ છે. ભારતને કોઈપણ દેશ પર આધાર રાખવો ન પડે તે માટે આ સિસ્ટમ ખાસ જરુરી છે. એવું માનવામાં આવી રહ્યું છે ઈસરોની નાવિક સિસ્ટમ અન્ય સિસ્ટમ કરતાં ચોક્સાઈથી કામ આપશે. ભારત આ સિસ્ટમ વિકસાવવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું છે. આમ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ભારતના બધા જ ફોનમાં આવી શકે છે.

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:21 pm, Tue, 15 October 19

Next Article