મહારાષ્ટ્ર, કેરળ સહિત આ 5 રાજ્યોમાં CORONAના નવા કેસો વધ્યા, કડક પગલા લેવા કેન્દ્ર સરકારનો આદેશ

|

Feb 20, 2021 | 4:59 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં CORONAના 6,112 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ CORONAના દૈનિક કેસ વધી રહ્યા છે.

મહારાષ્ટ્ર, કેરળ સહિત આ 5 રાજ્યોમાં CORONAના નવા કેસો વધ્યા, કડક પગલા લેવા કેન્દ્ર સરકારનો આદેશ

Follow us on

દેશમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉચક્યું છે. મહારાષ્ટ્ર અને કેરળ બાદ પંજાબ, છત્તીસઢ અને મધ્યપ્રદેશમાં CORONAના નવા કેસ વધ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા સાત દિવસમાં છત્તીસગઢમાં કોરોના સંક્રમણના કેસો દરરોજ વધતા જાય છે. છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં 259 નવા કેસ સામે આવ્યા છે.

બીજી તરફ, કેરળમાં કોરોના સંક્રમણના કેસો દરરોજ વધતા જાય છે અને છેલ્લા એક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. આને કારણે શનિવારે દેશમાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં CORONAના 6,112 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ CORONAના દૈનિક કેસ વધી રહ્યા છે.પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 383 નવા કેસ સામે આવ્યા છે.

મધ્યપ્રદેશમાં 13 ફેબ્રુઆરી મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 297 નવા કેસ આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે, કોરાના વાયરસ સંક્રમણની ચેઇન તોડવા અને તેના ફેલાવાને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. ફક્ત બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં જ કોવિડ-19ના 75.87 ટકા કેસો એક્ટિવ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Next Article