West Bengal Election: ચોપડા વિધાનસભાના બૂથ નંબર 55માં બેદરકારી, પ્રિસાઈડિંગ ઓફિસરને હટાવાયા

|

Apr 22, 2021 | 7:13 PM

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા ચરણમાં 43 સીટ પર વોટિંગ પ્રક્રિયા ચાલુ છે. જેમાં પૂર્વ બર્ધમાનની 8 બેઠક સિવાય ઉત્તર દિનાજપુર અને નદિયા જિલ્લાની 9-9 બેઠકો પર ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય થશે.

West Bengal Election: ચોપડા વિધાનસભાના બૂથ નંબર 55માં બેદરકારી, પ્રિસાઈડિંગ ઓફિસરને હટાવાયા
File Image

Follow us on

West Bengal Election: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા ચરણમાં 43 સીટ પર વોટિંગ પ્રક્રિયા ચાલુ છે. જેમાં પૂર્વ બર્ધમાનની 8 બેઠક સિવાય ઉત્તર દિનાજપુર અને નદિયા જિલ્લાની 9-9 બેઠકો પર ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય થશે.

 

મતદાન પ્રક્રિયા દરમિયાન ચોપડા વિધાનસભાના બૂથ નંબર 55માં એક વ્યક્તિ વારંવાર વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશ કરતા દેખાયો.  ત્યારબાદ રિટર્નિંગ ઓફિસરે પ્રિસાઈડિંગ ઓફિસરને બોલાવ્યા અને જાણકારી મળી કે વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં વારંવાર જનારો વ્યક્તિ પ્રિસાઈડિંગ ઓફિસર નહીં, પરંતુ ફર્સ્ટ પોલિંગ ઓફિસર હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ સાથે જ એ જાણકારી પણ મળી છે કે પ્રિસાઈડિંગ ઓફિસર પોતે બે ક્લાક બૂથની અંદર ન હતા, પરંતુ પ્રિસાઈડિંગ ઓફિસર વગર બે કલાક સુધી મતદાન ચાલી રહ્યું હતું. આ સમગ્ર મામલાની જાણકારી મળતા રિટર્નિંગ ઓફિસરે પ્રિસાઈડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરને તેમના પદથી હટાવી દીધા. તેમની જગ્યાએ નવા પ્રિસાઈડિંગ ઓફિસર અને ફર્સ્ટ પોલિંગ ઓફિસરને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

 

છઠ્ઠા ચરણની મહત્વપૂર્ણ બેઠક

ઉત્તર 24 પરગનાની બાગદા વિધાનસભા સીટથી ભાજપની ટીકિટ પર વિશ્વજીત દાસ ચૂંટણી લડી રહ્યા છે. ગાઈઘાટા સીટથી ભાજપ ઉમેદવાર છે ઠાકુરબાડી સભ્ય સુબ્રત ઠાકુર જેઓ બનગાંવથી BJP સાંસદ શાંતનુ ઠાકુરના નાના ભાઈ છે.

 

દમદમ ઉત્તર વિધાનસભા સીટથી 2016ના વિજેતા સીપીએમના તન્મય ભટ્ટાચાર્ય વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ટીએમસીના ચંદ્રિમા ભટ્ટાચાર્ય છે. સામે BJPના ઉમેદવાર અર્ચના મજૂમદાર તેમને ટક્કર આપી રહ્યા છે. બીજપુર સીટથી ઉમેદવાર છે મુકુલ રોયના દિકરા શુભ્રાંગ્શુ રૉય. શુભ્રાંગ્શુ 2016 વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની ટિકિટ પર જીત્યા હતા. પછી તેઓ પણ પિતાની જેમ BJP સાથે જોડાઇ ગયા હતા.

 

આ પણ વાંચો: BHUJ : સુખપર ગામે સ્મશાનની સફાઈ, કોરોના મૃતકોની અંતિમક્રિયા સુધીના કામ કરી રહી છે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો

Next Article