NEET Exam: 20 લાખમાં વેચાઈ સીટો, કેટલીક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર શંકા, CBI તપાસમાં થયો મોટો ખુલાસો

|

Jul 19, 2022 | 9:38 PM

પરીક્ષામાં છેડછાડનો મામલો સામે આવ્યો છે. સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું છે કે, દેશની ટોચની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં 20 લાખ રૂપિયામાં સીટો વેચાઈ છે.

NEET Exam: 20 લાખમાં વેચાઈ સીટો, કેટલીક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર શંકા, CBI તપાસમાં થયો મોટો ખુલાસો
NEET Exam

Follow us on

NEET પરીક્ષામાં છેડછાડનો મામલો સામે આવ્યો છે. એક અહેવાલ પ્રમાણે સીબીઆઈ (CBI)) સૂત્રોએ જણાવ્યું છે કે, દેશની ટોચની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં 20 લાખ રૂપિયામાં સીટો વેચાઈ છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ફેલાયેલી છેતરપિંડી કામગીરી, બોલિવૂડ બ્લોકબસ્ટર “મુન્નાભાઈ MBBS”માં દર્શાવવામાં આવી હતી તે રીતે કામ કર્યું હતું. અહીં પેપર સોલ્વરે વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લીધી અને તેના બદલામાં ઉત્તરવહીઓ લખાવી. તમને જણાવી દઈએ કે, સોમવારે CBIએ NEET પરીક્ષામાં છેતરપિંડી કરવાના મામલામાં 8 લોકોની ધરપકડ કરી હતી. જેમાં માસ્ટર માઈન્ડની પણ ધરપકડ કરવામાં આવી હતી.

CBIએ NEET-UG 2022ની પરીક્ષામાં મોટાપાયે ગોટાળાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. માસ્ટરમાઇન્ડ અને સોલ્વર સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેઓ ઉમેદવારો વતી પરીક્ષા આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે સીબીઆઈના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, પરીક્ષામાં પેપર સોલ્વ કરવા માટે 20 લાખ રૂપિયામાં સીટો વેચવામાં આવી છે. તે જ સમયે, કેટલીક કોચિંગ સંસ્થાઓના નામ પણ સામે આવ્યા છે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પછી પણ કૌભાંડ

છેતરપિંડી અટકાવવા માટે, સત્તાવાળાઓએ NEET માટે સુરક્ષા તપાસ કડક કરી છે, જ્યાં પરીક્ષા હોલમાં પર્સ, હેન્ડબેગ, બેલ્ટ, કેપ્સ, જ્વેલરી, શૂઝ અને હાઈ-હીલ શૂઝ પર પ્રતિબંધ છે. ઉમેદવારોને કોઈપણ સ્ટેશનરી લઈ જવાની પણ મંજૂરી નથી. પરંતુ આ રેકેટ મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને NEET ID કાર્ડ સાથે છેડછાડ કરવામાં સફળ રહ્યું જેથી પેપર સોલ્વર્સ પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી શકે. આરોપીઓએ ઉમેદવારોના યુઝર આઈડી અને પાસવર્ડ પણ એકત્ર કર્યા હતા અને ઈચ્છિત પરીક્ષા કેન્દ્ર મેળવવા માટે જરૂરી ફેરફારો કર્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

8 સોલ્વરની ધરપકડ

મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET UG પરીક્ષા રવિવારે લેવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન મોટા પાયે હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે. સીબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેકેટના માસ્ટર માઈન્ડ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પોસ્ટ પર NEET પરીક્ષામાં સાલ્વર તરીકે કામ કરવાનો આરોપ છે.

Next Article