Naxal Attack : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં હુમલો, ત્રણ જવાન શહીદ અનેક ઘાયલ

|

Mar 24, 2021 | 3:05 PM

Naxal Attack : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં Naxal હુમલો કરવામાં આવ્યો છે. જેમાં   નક્સલવાદીઓએ સૈનિકોથી ભરેલી બસને બ્લાસ્ટ કરી દીધી છે. નક્સલવાદીઓના આ હુમલામાં છત્તીસગઢ  3 જવાનો શહીદ થયા છે અને 20 થી વધુ ઘાયલ થયા છે.

Naxal Attack : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં હુમલો, ત્રણ જવાન શહીદ અનેક ઘાયલ
Naxal Attack in Chhattisgarh

Follow us on

Naxal Attack : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં Naxal હુમલો કરવામાં આવ્યો છે. જેમાં   નક્સલવાદીઓએ સૈનિકોથી ભરેલી બસને બ્લાસ્ટ કરી દીધી છે. નક્સલવાદીઓના આ હુમલામાં છત્તીસગઢ  3 જવાનો શહીદ થયા છે અને 20 થી વધુ ઘાયલ થયા છે. આ ઘટનામાં માહિતી મુજબ સતત 3 આઈઈડી બ્લાસ્ટ થયા હતા. છત્તીસગઢના ડીજીપી ડીએમ અવસ્થીએ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નક્સલવાદીઓએ   છત્તીસગઢના Naxal પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં કડમેતા અને કન્હરગાંવ વચ્ચેના લેન્ડમાઇન ગોઠવીને સુરક્ષા દળોની બસ ઉડાવી દીધી છે. આ ઘટનામાં ત્રણ સૈનિકો શહીદ થયા છે જ્યારે અન્ય ઘણા જવાન ઘાયલ થયા છે.

છત્તીસગઢ.ના પોલીસ મહાનિર્દેશક ડી.એમ. અવસ્થીએ કહ્યું કે, સુરક્ષા દળના જવાનોને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે તે અભિયાન બાદ પરત ફરી રહ્યા હતા અને તે બસમાં સવાર હતા. બસ જ્યારે કડેમેતા અને કન્હરગાંવ ગામની વચ્ચે પહોંચી ત્યારે નક્સલીઓએ લેન્ડમાઈનનો ધડાકો કર્યો હતો.પોલીસ મહાનિર્દેશકએ જણાવ્યું હતું કે, ઘટના અંગેની માહિતી મળ્યા બાદ વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ બ્લાસ્ટ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ જે સમયે બસ પર હુમલો કરવામાં આવ્યો તે સમયે તેમાંઆ 25 જવાનો સવાર હતા અને તે ઓપરેશનથી પરત આવી રહ્યા હતા. આ ઉપરાંત ગત મહિને નારાયણપુર જિલ્લામાં ત્રણ ત્રણ અલગ ઘટનાઓમાં નક્સલી હુમલા સામે આવ્યા હતા. જેમાં બે જવાન શહીદી થયા હતા અને એક જવાન ઘાયલ થયો હતો.

એસપીએ આપેલી જાણકારી અનુસાર વધારાની ફોર્સને ઘટનાસ્થળ પર રવાના કરી દેવામાં આવી છે તથા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ આવી રહ્યું છે. ઘાયલ જવાનોને નારાયણપુરર મુખ્યાલય લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જગદલપુર એરપોર્ટથી બે હેલિકોપ્ટર પણ રવાના કરી દેવામાં આવ્યા છે જે ઘાયલ જવાનોને રાયપુર એરલીફ્ટ કરીને લઈ આવશે.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના અમુક વિસ્તારોમાં સતત સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે સામસામા હુમલામાં આવી રહ્યા છે. જેમાં છત્તીસગઢમાં અનેક વાર સરકારે નક્સલીઓને આત્મ સમર્પણ કરવા માટે પણ અપીલ કરી છે. જો કે નક્સલી સતત સુરક્ષાદળોને નિશાન બનાવી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી તેવો સુરક્ષા દળોને આખી બસોને લેન્ડમાઇન પાથરીને ઉડાવી દેવાની પ્રવુતિ સતત કરી રહ્યા છે.

Published On - 6:45 pm, Tue, 23 March 21

Next Article