National Top News : જાણો અત્યાર સુધીનાં મહત્વના રાષ્ટ્રીય સમાચાર

|

Jul 01, 2021 | 12:12 PM

National Latest News : જાણો, ભારત અને યુરોપિયન યુનિયનનો વિવાદ, ક્યારે પહોંચશે પંજાબ- હરિયાણામાં ચોમાસુ, તબીબ દિવસ નિમીતે PM મોદી કરશે સંબોધન

National Top News : જાણો અત્યાર સુધીનાં મહત્વના રાષ્ટ્રીય સમાચાર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

1. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેક્સિન સંબધિત વિવાદ યથાવત

ભારતે યુરોપિયન યુનિયન (Europian Union) ને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, જો કોવિશિલ્ડ અને કોવેક્સિનને ગ્રીન પાસમાં સામેલ કરવામાં નહીં આવે તો ભારત આ દેશોના વેક્સિનનું પ્રમાણપત્ર પણ સ્વીકારશે નહીં. મહત્વપૂર્ણ છે કે, યુરોપિયન યુનિયન સર્ટિફિકેટ આપે પછી જ ભારતીયોને વિદેશમાં જવાની મુક્તિ આપવામાં આવશે.

2. સંરક્ષણ સંબંધિત સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓની હડતાલ પર પ્રતિબંધ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારત સરકાર દ્વારા એક વટહુકમ બહાર પાડીને સૂચના આપવામાં આવી છે કે, સંરક્ષણ સંબંધિત આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને હડતાલ પર જવા અને કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોઈપણ વ્યક્તિ જો હડતાલ શરૂ કરે છે અથવા આવી કોઈ હડતાલમાં ભાગ લે છે તેને એક વર્ષ જેલ અને 10,000 રૂપિયા દંડની સજા સજા કરવામાં આવશે.

3. PM મોદી આજે IMAના કાર્યક્રમમાં દેશભરના તબીબોને કરશે સંબોધન

એક જુલાઈએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે PM મોદી તબીબ દિવસ નિમિત્તે IMAના કાર્યક્રમમાં દેશભરના તબીબોને સંબોધ કરશે. મહત્વપૂર્ણ છે કે, આ દિવસે દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયની જન્મદિવસ અને પુણ્યતિથિ છે.

4. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ક્યારે પહોંચશે ચોમાસું ?

ચોમાસાએ વિરામ લીધા બાદ આ મહિનામાં પણ દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હીટવેવની સ્થિતિ યથાવત્ છે. ત્યારે, ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે, 7 જુલાઈ સુધીમાં રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના નહિવત છે. જો કે, કેટલાક ભાગોમાં થોડા દિવસ વરસાદ પડી શકે છે.

5. દૂધમાં થયેલ વધારા બાદ LPG સિલિન્ડર પણ થયું મોંઘું

સરકારી તેલ કંપનીઓએ ઘરે ઉપયોગમાં લેવાતા LPG સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ જૂન મહિના દરમિયાન, આ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. જો કે આ અગાઉ, ઓઇલ કંપનીઓએ એપ્રિલમાં LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

Next Article