National : દેશભરમાં RTOની કામગીરીનું થશે ખાનગીકરણ, કેન્દ્ર સરકારે તખ્તો તૈયાર કર્યો

|

Jun 09, 2021 | 1:01 PM

National :ધીરેધીરે સરકાર ખાનગીકરણની દિશામાં આગળ વધી રહી છે. આ-જ દિશામાં કેન્દ્ર સરકારે હવે આરટીઓની કામગીરી પણ ખાનગીકરણ કરવા તૈયારી આરંભી છે.

National : દેશભરમાં RTOની કામગીરીનું થશે ખાનગીકરણ, કેન્દ્ર સરકારે તખ્તો તૈયાર કર્યો
RTO

Follow us on

National :ધીરેધીરે સરકાર ખાનગીકરણની દિશામાં આગળ વધી રહી છે. આ-જ દિશામાં કેન્દ્ર સરકારે હવે આરટીઓની કામગીરી પણ ખાનગીકરણ કરવા તૈયારી આરંભી છે. જેમાં દેશના વિવિધ રાજયોમાં આશરે 1293 આરટીઓની મોટાભાગની કામગીરી હવે ઓનલાઇન થશે. જેથી નાગરિકોને ઘરબેઠા સુવિધાઓ મળી રહેશે.

કેન્દ્ર સરકારે આરટીઓની કામગીરીને ઓનલાઇન કરવાની કવાયત આરંભી દીધી છે. અને, આ માટે દેશના વિવિધ 32 રાજયોમાં તખ્તો તૈયાર કરાયો છે. અને, કેન્દ્ર સરકારે કેટલીક કામગીરી ખાનગી કંપનીઓને સોંપવાની દિશામાં તૈયારી કરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચે જાહેર કરેલા નોટિફિકેશનને અમલી કરવા રાજય સરકારે કવાયત આરંભી છે. આ કવાયતના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તમામ આરટીઓ સાથે 28 મેના રોજ ઓનલાઇન બેઠક યોજી હતી.

આ કામગીરી અન્વયે હવે નાગરિકોને કેટલીક કામગીરી માટે આરટીઓ કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. આ ઓનલાઇન કામગીરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ, ટેક્સની મોટાભાગની કામગીરી ઓનલાઇન થશે. આ ઉપરાંત 15 જેટલી કામગીરીમાં બદલાવ કરવા સૂચનો કરાયા છે. જેને પગલે ટેસ્ટ ટ્રેક, લર્નિંગ લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન અને દંડની ભરપાઇ જેવા કામોને પણ નવી દિશા આપવામાં આવશે. જેમાં કેટલાકનું ખાનગીકરણ થવાની પણ સંભાવના છે. આરટીઓમાં ફરજ બજાવતા હાલના કર્મચારીઓનો ચેકિંગ અને એન્ફોર્સમેન્ટની કામગીરીમાં ઉપયોગ થશે. જોકે, આ બાબતે રાજયના ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા આ બાબતે કોઇ માહિતી આપવામાં આવી નથી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ માળખાકીય સુવિધામાં આટલો ફેરફાર થશે

Learning License: જન સુવિધા કેન્દ્ર અથવા ટ્રેનિંગ સેન્ટરથી ટ્રેનિંગ લઇ ઘરે પરીક્ષા અપાશે.
Test track: ટેસ્ટ ટ્રેકની કામગીરી ભાગીદારીમાં અથવા ખાનગી એજન્સીને આપવાનું સૂચન કરાયું છે.
Fitness: વાહનોના ફિટનેસ માટે આધુનિક ફિટનેસ સેન્ટર બનાવાશે.
Vehicle registration: ડિલરને ત્યાંથી વાહનમાં નંબર પ્લેટ લગાવ્યા બાદ ગ્રાહકને અપાશે.
Fine: ઇ-ચલણથી આપેલો મેમો-કાર્ડથી ભરી શકાશે. જે માટે નવી નેશનલ સિસ્ટમ બનશે.
Document: લાઇસન્સ માટે આધાર લિંક કરાશે.
Bus tax: લાઇફટાઇમ ટેક્સનું આયોજન.
License renewal: ફિટનેસ સર્ટિફિકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફોર્મ સબમીટ થશે.
Changes to vehicles: મોડિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા એજન્સીઓને માન્યતા અપાશે.
International License: ઓનલાઇન અપાશે.
Vehicle resell: જૂના વાહન ખરીદનારે પેપર રજૂ કરવાની કામગીરી ઓનલાઇન થશે.
Temporary registration: નવું વાહનના ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટેની મુદત છ મહિના કરાશે
Tax: બસ સિવાયના વાહનનો ઓનલાઇન ટેક્સ
First experiment: દિલ્હી એનસીઆર RTOમાં કેટલીક સુવિધાઓ અંગેનો પ્રથમ પ્રયોગ શરૂ.

વાહનના ઈ- રેકોર્ડને સત્તાવાર માન્યતા મળી
વર્ષ 2010થી વાહન 4 સોફ્ટવેર આરટીઓમાં અમલી થયું હતું. પરંતુ તેના ડેટાને સત્તાવાર માન્યતા મળી નહતી. 31 માર્ચે કેન્દ્રના પરિવહન મંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશનથી તેના ડેટાને સત્તાવાર માન્યતા મળી છે, જે કોર્ટમાં પણ રજૂ કરી શકાશે.

Next Article