આજે છે રાષ્ટ્રીય ગણિત દિવસ! જાણો શા માટે અને કોની યાદમાં ઉજવાય છે આ દિવસ?
દર વર્ષે આજનો દિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.

દર વર્ષે આજનો દિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘે 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈમાં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજની 125મી જન્મ જયંતિના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતા વર્ષ 2012 ને રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજના જન્મ દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કર્યો હતો.
શ્રીનિવાસ રામાનુજને ફક્ત 32 વર્ષની ઉંમરમાં 4 હજારથી વધુ ગણિતના સિધ્ધાંતો પર સંશોધન કર્યું. રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887 માં તમિલનાડુમાં થયો હતો. રામાનુજનને ગણિત સિવાયના અન્ય વિષયોમાં કોઈ રસ નહોતો. તેઓ 11 માં ધોરણમાં ગણિત સિવાયના તમામ વિષયોમાં નાપાસ થયા હતા. જે શાળામાં તેઓ 12 માં ધોરણમાં નાપાસ થયા હતા તે શાળાનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું.
આ પણ વાંચો: ક્રિકેટર સુરેશ રૈના, સિંગર ગુરુ રંધાવા અને સુઝાન ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ
શ્રીનિવાસ રામાનુજે 16 વર્ષની ઉંમરે જાનકી અમ્માલ સાથે લગ્ન કર્યા, પરંતુ તે પછી પણ ગણિતનો પ્રેમ ઓછો થયો નહીં. તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જી.એચ. હાર્ડીને કેટલાક ગણિતના સૂત્રો મોકલ્યા હતા, તેનાથી પ્રભાવિત થઈ તેણે રામાનુજનને લંડન બોલાવ્યા અને બન્નેએ ગણિત પર ઘણા સંશોધન કર્યા. તેમના સંશોધનનું બ્રિટિશરોએ સન્માન કર્યું અને તેને રોયલ સોસાયટીમાં સ્થાન મળ્યું. તે ટ્રિનિટી કોલેજની ફેલોશિપ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય પણ બન્યા. વર્ષ-2015 માં રામાનુજનના જીવન પર ‘The Man Who Knew Infinity’ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં તેમનું પાત્ર દેવ પટેલે ભજવ્યું હતું. આ ફિલ્મ રોબર્ટ કેનિગલના પુસ્તક પર આધારિત હતી.