રેલવેથી જોડાયેલી ખાનગી એપ્લિકેશનો વધારી રહી છે મુસાફરોની મુશ્કેલીઓ, આ પ્રકારે મુસાફરોનો ડેટા થાય છે ચોરી

|

Jul 22, 2019 | 5:41 AM

ગૂગલ પ્લે સ્ટોર પર રેલવે અને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)થી જોડાયેલી એપ્લિકેશન મુસાફરો માટે સુવિધાઓ નહી પણ તેમની મુશ્કેલીઓ વધારી રહી છે. તેમાં ઘણી એપ્લિકેશન રેલવે અને IRCTCની અધિકૃત એપ્લિકેશનથી જ ડેટા ચોરી કરે છે અને તે જાણકારી મુસાફરોને ઉપલબ્ધ કરાવે છે. તેના કારણે ઘણી વખત મુસાફરોની ટ્રેન છુટી જાય છે અને […]

રેલવેથી જોડાયેલી ખાનગી એપ્લિકેશનો વધારી રહી છે મુસાફરોની મુશ્કેલીઓ, આ પ્રકારે મુસાફરોનો ડેટા થાય છે ચોરી

Follow us on

ગૂગલ પ્લે સ્ટોર પર રેલવે અને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)થી જોડાયેલી એપ્લિકેશન મુસાફરો માટે સુવિધાઓ નહી પણ તેમની મુશ્કેલીઓ વધારી રહી છે. તેમાં ઘણી એપ્લિકેશન રેલવે અને IRCTCની અધિકૃત એપ્લિકેશનથી જ ડેટા ચોરી કરે છે અને તે જાણકારી મુસાફરોને ઉપલબ્ધ કરાવે છે. તેના કારણે ઘણી વખત મુસાફરોની ટ્રેન છુટી જાય છે અને તે પરેશાન થાય છે. રેલવેનું તેની પર કોઈ નિયંત્રણ નથી.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ રીતે મુશ્કેલી વધારી રહી છે ખાનગી એપ્લિકેશન

છિંદવાડાથી દિલ્હી જવાવાળી પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેનનું (14623) રવિવારે રનિંગ સ્ટેટસ જોવા મળ્યુ. તેના માટે રેલવેની અધિકૃત અને 2 ખાનગી એપ્લિકેશનની મદદ લેવામાં આવી. રેલવેની નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમ (NTES) એપ્લિકેશનથી જાણવા મળ્યુ કે ટ્રેન 6 વાગ્યે 7 મિનિટ પર પવઈ સ્ટેશન પહોંચી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે એક ખાનગી એપ્લિકેશને જણાવ્યું કે 6.02 વાગ્યે પહોંચી અને બીજી ખાનગી એપ્લિકેશને જણાવ્યું કે 6.16 વાગ્યે પવઈ સ્ટેશન પહોંચી. ખાનગી એપ્લિકેશનોની આ એક ભૂલ નથી પણ ટ્રેનના લોકેશનને લઈને ઘણી એપ્લિકેશનો ભૂલો પેદા કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

IT નિષ્ણાંત શશાંક વૈષ્ણવે જણાવ્યું કે મુસાફરોથી જોડાયેલી જાણકારીઓ ઘણા પ્રકારે ઉપયોગ કરવામાં આવી રહી છે. આ કારણે ઘણી અધિકૃત એપ્લિકેશનની જેમ ખાનગી એપ્લિકેશન બનાવવામાં આવે છે અને મુસાફરોથી જોડાયેલો ડેટા એકત્રિત કરીને વેચી દેવામાં આવે છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ મોબાઈલ નંબર રહે છે. જેની પર અલગ અલગ કંપનીઓના વારંવાર ફોન આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રેલવે IRCTCની અધિકૃત એપ્લિકેશનો

NTES, રેલ સારથી, UTS, IRTCC ઓફિશ્યલ, IRCTC કનેક્ટ, IRCTC ફુડ ઓન ટ્રેક, IRCTC ટિકીટ, IRCTC મીલ

ત્યારે ભોપાલ રેલવે મંત્રાયલના DRM ઉદય બોરવણકરે કહ્યું કે ખાનગી એપ્લિકેશનની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી એપ્લિકેશનો પર રેલવે દ્વારા નિયંત્રણ રાખવામાં આવતુ નથી. રેલવેની એપ્લિકેશનનો પ્રચાર વધારે કરવામાં આવશે, જેથી ખાનગી એપ્લિકેશનોથી મુસાફરો સાવધાની રાખી શકે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article