VIDEO: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને શોધી લેવામાં આવ્યું, NASAએ તસવીર જાહેર કરી

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને લઈને નાસાએ મોટો ખુલાસો કર્યો છે. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને શોધી લેવામાં આવ્યું છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેમની લૂનર રિકનૈસેન્સ ઓર્બિટરે ચંદ્રમાની ધરતી પરથી વિક્રમ લેન્ડરને શોધી લીધું છે.   નાસાએ કરેલા દાવા પ્રમાણે વિક્રમ લેન્ડરનો કાટમાળ તેમની લેન્ડિંગ સાઈટથી 750 મીટર દૂર મળ્યો. […]

VIDEO: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને શોધી લેવામાં આવ્યું, NASAએ તસવીર જાહેર કરી
| Edited By: | Updated on: Jan 19, 2021 | 10:00 AM

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને લઈને નાસાએ મોટો ખુલાસો કર્યો છે. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને શોધી લેવામાં આવ્યું છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેમની લૂનર રિકનૈસેન્સ ઓર્બિટરે ચંદ્રમાની ધરતી પરથી વિક્રમ લેન્ડરને શોધી લીધું છે.

 

નાસાએ કરેલા દાવા પ્રમાણે વિક્રમ લેન્ડરનો કાટમાળ તેમની લેન્ડિંગ સાઈટથી 750 મીટર દૂર મળ્યો. કાટમાળના ત્રણ મોટા ટુકડા 2 બાય 2 પિક્સલના છે. નાસાએ લગભગ રાતના 1.30 વાગ્યે વિક્રમ લેન્ડરની ઈમ્પેક્ટ સાઈટની તસવીર જાહેર કરી છે અને જણાવ્યું છે કે તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નાસાના જણાવ્યા પ્રમાણે વિક્રમ લેન્ડરની તસવીર એક કિલોમીટર દૂરથી લેવામાં આવી છે. આ તસવીરમાં સોઈલ ઈમ્પેક્ટ પણ જોવા મળે છે. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચંદ્રની ધરતી પર જ્યાં વિક્રમ લેન્ડર ક્રેશ થયું ત્યાં ચંદ્રની જમીનને નુકસાન પણ થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગાડી માટે પસંદગી નંબર લેવા એક સુરતીએ ચૂક્વ્યા 1.50 લાખ રૂપિયા!

Published On - 3:56 am, Tue, 3 December 19