મન કી બાત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કરી ખેડૂતોની વાત, બનાસકાંઠાના ઈસ્માઈલ શેરુના પ્રયાસને બિરદાવ્યો

|

Jan 16, 2021 | 12:15 PM

કેન્દ્ર સરકારે તાજેતરમાં જે ત્રણ કૃષિ બિલ પસાર કર્યા છે, તેની સામે ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યાં છે. જેના ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ખેડૂત હિતની અને ખેડૂતના જીવનમાં આવેલા બદલાવ અંગે વાત કરી. મોદીએ કહ્યુ કે ણને અનેક ખેડૂતોના પત્ર મળી રહ્યાં છે. કેટલાક ખેડૂત સંગઠનો સાથે મારે વાત થઈ છે. […]

મન કી બાત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કરી ખેડૂતોની વાત, બનાસકાંઠાના ઈસ્માઈલ શેરુના પ્રયાસને બિરદાવ્યો

Follow us on

કેન્દ્ર સરકારે તાજેતરમાં જે ત્રણ કૃષિ બિલ પસાર કર્યા છે, તેની સામે ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યાં છે. જેના ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ખેડૂત હિતની અને ખેડૂતના જીવનમાં આવેલા બદલાવ અંગે વાત કરી. મોદીએ કહ્યુ કે ણને અનેક ખેડૂતોના પત્ર મળી રહ્યાં છે. કેટલાક ખેડૂત સંગઠનો સાથે મારે વાત થઈ છે. તેઓ જણાવી રહ્યાં છે કે ખેતી ક્ષેત્રે કેવો બદલાવ આવ્યો છે.

નરેન્દ્ર મોદીએ હરિયાણાના સોનીપતના ખેડૂતની તકલીફનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, તેમને શાક અને ફળ એપીએમસીની બહાર વેચવામાં તકલીફ પડી રહી હતી. તેમના ફળ, શાક અને વાહન પણ જપ્ત કરી લેવાતા હતા. પરંતુ 2014માં ફળ અને શાકભાજીને એપીએમસી એક્ટની બહાર કરી દેવાતા, આજે ખેડૂતો સરળતાથી વધુ નાણાએ પોતાની ઉપજ ખુલ્લા બજારમાં વેચી શકે છે.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના રામપુરા ગામના ઈસ્માઈલ શેરુની વાત પણ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કરી. મોદી એ કહ્યું કે, ઈસ્માઈલ શેરુએ ડ્રિપ ઈરીગેશનનો ઉપયોગ કરીને બટાકાની ખેતી કરી. ઈસ્માઈલ શેરુના પિતાએ આ પ્રકારે ખેતી કરવાની મનાઈ કરી હતી. છતા ખેતીને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવ્યો અને ખેતી દ્વારા જ પિતાના માથા ઉપરનું દેવુ ચૂકતે કર્યું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ખેડૂતો પાસે તેમના ફળ અને શાકભાજી એપીએમસી માર્કેટની બહાર વેચવા માટે શક્તિમાન છે. મહારાષ્ટ્ર સરકારે ત્રણ-ચાર વર્ષ પહેલા કરેલી પહેલથી ખેડૂતોનુ જીવન બદલાયુ છે. જેનુ ઉદાહરણ છે, સ્વામી સમર્થ ફાર્મસીસ પ્રોડ્યુસર કંપની લિમીટેડ, જે ખેડૂતોના સમૂહ દ્વારા બની છે. અને મુંબઈ તેમજ પુનામાં સાપ્તાહિક બજાર ચલાવે છે. આ બજારમાં આશરે 70 ગામના 4500 ખેડૂતો તેમની ઉપજ કોઈ પણ દલાલની દરમિયાનગીરી વિના જ વેચી શકે છે.

આ પણ વાંચોઃડ્ર્ગ્સ કેસમાં બોલાવાતા ફિલ્મ કલાકારોની કારનો પીછો કરતી મીડિયાની કારને મુંબઈ પોલીસે આપી ચેતવણી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:27 pm, Sun, 27 September 20

Next Article