AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagaland Election Result 2023: નાગાલેન્ડમાં રચાયો ઈતિહાસ, 60 વર્ષમાં પહેલીવાર વિધાનસભામાં મહિલાઓની થશે એન્ટ્રી

બીજેપી-એનડીપીપી ગઠબંધનના ઉમેદવાર હેકાની જખાલુ (Hekani Jakhalu) દિમાપુર-3થી જીતનાર પ્રથમ મહિલા છે. સત્તાધારી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવાર સલહૌતુઓનું ક્રુસે (Salhoutuonuo Kruse) પશ્ચિમી અંગામી સીટ પરથી જીત મેળવી છે.

Nagaland Election Result 2023: નાગાલેન્ડમાં રચાયો ઈતિહાસ, 60 વર્ષમાં પહેલીવાર વિધાનસભામાં મહિલાઓની થશે એન્ટ્રી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 3:17 PM
Share

Nagaland Assembly Election Result 2023: નાગાલેન્ડના 60 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં મહિલાઓની એન્ટ્રી થશે. બીજેપી-એનડીપીપી ગઠબંધનના ઉમેદવાર હેકાની જખાલુ (Hekani Jakhalu) દિમાપુર-3થી જીતનાર પ્રથમ મહિલા છે. તેમણે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના અઝહેતો ઝિમોમી (AZHETO ZHIMOMI) ને 1536 મતોથી હરાવ્યા છે.

હેકાની જખાલુ ઉપરાંત, સત્તાધારી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવાર સલહૌતુઓનું ક્રુસે (Salhoutuonuo Kruse) પશ્ચિમી અંગામી (Western Angami) સીટ પરથી જીત મેળવી છે.

કોણ છે હેકાની જખાલુ?

હેકાની જખાલુએ અમેરિકાથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તે લાંબા સમયથી નાગાલેન્ડમાં સામાજિક કાર્ય કરી રહી હતી. તે યુથનેટના (YouthNet) સ્થાપક છે. હેકાનીને નારી શક્તિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. જખાલુએ તેમના મેનિફેસ્ટોમાં દીમાપુરને વધુ મોડલ બનાવવાની વાત કરી હતી. આ સિવાય તેમણે યુવા વિકાસ, મહિલા સશક્તિકરણ અને લઘુમતી અધિકારો વિશે વાત કરી હતી.

આ પણ વાંચો : Nagaland Election Results 2023: પીએમ મોદીને ગુરુ માનનારા અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતા તેમજેન ઈમ્નાએ મોટી જીત

ચાર મહિલાઓ ચૂંટણી મેદાનમાં હતી

60 સભ્યોની નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે 183 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ચાર મહિલાઓ સામેલ હતી. નાગાલેન્ડમાં સત્તાધારી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને BJPનું ગઠબંધન છે.

કોંગ્રેસે 23 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

એનડીપીપીએ 40 અને ભાજપે 20 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. બીજી તરફ 2003 સુધી રાજ્યમાં શાસન કરનાર કોંગ્રેસે 23 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. એનડીપીપીએ આ પૂર્વોત્તર રાજ્યમાં 2018માં ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. તેમને જનતા દળ યુનાઈટેડ અને એક અપક્ષ ઉમેદવારનું સમર્થન પણ મળ્યું હતું.

ચૂંટણી પંચે 4 મતદાન મથકોના મતદાનને રદબાતલ જાહેર કર્યું

આ પહેલા ચૂંટણી પંચે નાગાલેન્ડમાં ઝુનહેબોટો, સાનિસ, તિજીત અને થોનોક મતવિસ્તારમાં ચાર મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી નિરીક્ષકો દ્વારા જાહેર કરાયેલા અહેવાલોના આધારે અને તમામ સંજોગોને ધ્યાનમાં લેતા, ચૂંટણી પંચે સોમવારે 4 મતદાન મથકોના મતદાનને રદબાતલ જાહેર કર્યું હતું, જે ચાર મતદાન મથકો પર મતદાન નથી થયું તે ચારેય મતદાન મથકની બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત છે.

ચૂંટણી પંચે મંગળવારે નાગાલેન્ડના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને બુધવારે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યાની વચ્ચે ચાર મતદાન મથકો પર ફરીથી મતદાનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">