મુસ્લિમ નેતા, JK ના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલા, પંજાબી પત્નિ પાયલને આપશે તલ્લાક

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને તેમની પત્ની પાયલ અબ્દુલ્લા વચ્ચે છૂટાછેડા અંગે એક કરાર થયો છે. સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે બંને પક્ષો વચ્ચેના તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે.

મુસ્લિમ નેતા, JK ના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલા, પંજાબી પત્નિ પાયલને આપશે તલ્લાક
| Updated on: Jul 31, 2026 | 7:01 PM

Omar Abdullah and Payals divorce : ઓમર અબ્દુલ્લા અને પાયલ અબ્દુલ્લાએ છૂટાછેડા માટે સંહમત થયા છે. ઓમર અબ્દુલ્લાના જણાવ્યા મુજબ, બન્ને જણા 2009 થી અલગ રહે છે. ઓમરના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે, મુસ્લિમ રાજનેતા ઓમર અબ્દુલા અને દિલ્હીમાં જન્મેલી પંજાબી કુટુબની પાયલે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. બન્ને જણા 2009થી અલગ અલગ રહે છે. કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, બન્ને વચ્ચે બધી શરતોને લઈને સમાધાન થઈ ગયું છે, અને કલમ 142 હેઠળ અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ હવે જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન મુસ્લિમ નેતા ઓમર અબ્દુલા અને પંજાબી પાયલના છૂટાછેડા મંજૂર કરી શકે છે.

ઓમર અબ્દુલાએ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, પાયલ સાથેના તેમના લગ્ન કાયમી ધોરણે તૂટી ગયા છે. વર્તમાન અરજી દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકારે છે. હાઈકોર્ટે અગાઉ ફેમિલી કોર્ટના આદેશ સામે ઓમર અબ્દુલ્લાની અપીલ ફગાવી દીધી હતી.

1994માં થયા હતા લગ્ન

હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, ફેમિલી કોર્ટના આદેશમાં કોઈ ખામી નથી, સાથે એવુ પણ નોંધ્યું હતું કે, ઓમર તેની પત્ની સામે ક્રૂરતાના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. ફેમિલી કોર્ટે અગાઉ ઓગસ્ટ 2016માં અરજી ફગાવીને છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ઓમરે સપ્ટેમ્બર 2016માં દિલ્હી હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. નોંધનીય છે કે ઓમર અને પાયલ અબ્દુલ્લાના લગ્ન 1994માં થયા હતા અને તેમને બે પુત્રો છે.

કોર્ટે શું કહ્યું?

કપિલ સિબ્બલે, બેન્ચને માહિતી આપી હતી કે છૂટાછેડાની અરજી ગત 22 જુલાઈએ દાખલ કરવામાં આવી હતી. ન્યાયાધીશ નરસિંહાએ જણાવ્યું હતું કે, કોર્ટ તે મુજબ આદેશ પસાર કરશે. સિબ્બલે કોર્ટને વધુમાં માહિતી આપી હતી કે બંને પક્ષો એકબીજા સામે દાખલ કરાયેલા તમામ કાનૂની કેસ પાછા ખેંચવા સહમત થયા છે. ન્યાયાધીશ નરસિંહાએ જણાવ્યું હતું કે, કોર્ટ આ બધી માહિતીને તેના આદેશનો ભાગ બનાવશે. અને તે મુજબ મામલાનો નિકાલ કરીશું.

Breaking News: રણજી ટ્રોફી ચેમ્પિયન જમ્મુ અને કાશ્મીર પર પૈસાનો વરસાદ, CM ઓમર અબ્દુલ્લાએ ₹ 2 કરોડના ઈનામની જાહેરાત કરી

Follow Us
Loading...
Unable to load recommendations.