Mumbai Terror Attack : પાકિસ્તાની મૂળના લોકોને ગમે તે દેશની નાગરિકતા મળે, પણ ફેલાવે છે તો આતંક જ !

26/11 મુંબઈ આતંકી હુમલામાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનું નામ સામે આવ્યું હતું. પાકિસ્તાનમાં જન્મેલો તહવ્વુર હુસૈન રાણા અને અમેરિકામાં જન્મેલો પરંતુ પાકિસ્તાન સાથે જોડાણ ધરાવતો ડેવિડ કોલમેન હેડલીના કેસે આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Mumbai Terror Attack : પાકિસ્તાની મૂળના લોકોને ગમે તે દેશની નાગરિકતા મળે, પણ ફેલાવે છે તો આતંક જ !
Pakistan Connection Terrorists
Image Credit source: AI Generated
| Updated on: Nov 26, 2026 | 1:40 PM

વિદેશી પાસપોર્ટ અને નવી ઓળખ મેળવી લેવાથી ગુનાહિત ભૂતકાળ છુપાવી શકાય છે? ફૈઝલ શહઝાદ, તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી જેવા કિસ્સાઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કરે છે.

આંતરરાષ્ટ્રીય સુરક્ષા સામે આતંકવાદ આજે પણ એક મોટો પડકાર છે. ખાસ કરીને એવા કિસ્સાઓ ચિંતાજનક છે, જેમાં કોઈ વ્યક્તિ એક દેશમાં જન્મે, બીજા દેશમાં સ્થળાંતર કરે, ત્યાંની નાગરિકતા મેળવે અને ત્યારબાદ આતંકવાદી સંગઠનો સાથે જોડાય અથવા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થાય.

પાકિસ્તાનમાં જન્મેલા અને વિદેશમાં આતંકવાદી કેસમાં દોષિત ઠરેલા લોકો

  • ફૈઝલ શહઝાદ: પાકિસ્તાનમાં જન્મેલો અને અમેરિકાની નાગરિકતા મેળવનારો ફૈઝલ શહઝાદ 2010માં ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં બોમ્બ હુમલાનો પ્રયાસ કરવા બદલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
  • આવૈસ ચૌધરી: પાકિસ્તાનમાં જન્મેલો આવૈસ ચૌધરીએ અમેરિકામાં ISISના સમર્થનમાં હુમલાનું આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો. 2025માં તેને 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
  • તહવ્વુર હુસૈન રાણા: પાકિસ્તાનમાં જન્મેલો અને કેનેડાની નાગરિકતા ધરાવતા રાણાને અમેરિકામાં લશ્કર-એ-તૈયબાને મદદ તથા ડેનમાર્કના આતંકવાદી કાવતરામાં ભૂમિકા બદલ 14 વર્ષની સજા થઈ હતી. 2025માં તેને ભારત લાવવામાં આવ્યો હતો.
  • જુબૈર અહમદ: પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલો જુબૈર અહમદને લશ્કર-એ-તૈયબાને મદદ કરવા બદલ અમેરિકામાં 12 વર્ષની સજા થઈ હતી.
  • સૈયદ હારિસ અહમદ: પાકિસ્તાનમાં જન્મેલો અને અમેરિકાની નાગરિકતા મેળવનારા હારિસ અહમદને આતંકવાદીઓને મદદ કરવાના કાવતરામાં 13 વર્ષની સજા થઈ હતી.

પાકિસ્તાનમાં જન્મ્યા નહીં, પરંતુ પાકિસ્તાન સાથે આતંકવાદી જોડાણ ધરાવતા લોકો

આ યાદીમાં સૌથી ચર્ચાસ્પદ નામ ડેવિડ કોલમેન હેડલીનું છે. તેનું મૂળ નામ દાઉદ ગિલાની હતું. તેનો જન્મ અમેરિકામાં થયો હતો, પરંતુ તે પાકિસ્તાનમાં ઉછર્યો હતો અને લશ્કર-એ-તૈયબાના તાલીમ કેમ્પોમાં ગયો હતો. 26/11 મુંબઈ હુમલા પહેલાં તેણે મુંબઈનાં વિવિધ સ્થળોની રેકી કરી હતી.

બીજું નામ ઇલ્યાસ કાશ્મીરીનું છે. તે પાકિસ્તાનમાં જન્મેલો આતંકવાદી કમાન્ડર હતો અને HUJI સાથે સંકળાયેલો હતો. તેના અલ-કાયદા સાથેના સંબંધો અંગે પણ અહેવાલો આવ્યા હતા.

મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટથી અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ સુધી કોના નામ સામે આવ્યાં?

11 જુલાઈ 2006ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટમાં 189 લોકોનાં મોત થયાં હતાં. આ કેસમાં અગાઉ 12 લોકોને દોષિત ઠરાવવામાં આવ્યા હતા, પરંતુ 2025માં બોમ્બે હાઈકોર્ટે તમામ 12ને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે પ્રોસિક્યુશન આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયું.

અગાઉ દોષિત ઠરાવાયેલા પાંચ નામ

  1. કમાલ અહમદ અન્સારી
  2. મોહમ્મદ ફૈસલ શેખ
  3. એહતેશામ સિદ્દીકી
  4. નવીદ હુસૈન ખાન
  5. આસિફ ખાન

બીજી તરફ, 26 જુલાઈ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં. આ કેસમાં ઇન્ડિયન મુજાહિદ્દીનનું નામ સામે આવ્યું હતું. વિશેષ અદાલતે 49 લોકોને દોષિત ઠરાવ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટે જુલાઈ 2026માં તેની સજાઓ યથાવત્ રાખી હતી. આ કેસોમાં રિયાઝ ભટકલ, મોહસિન ચૌધરી અને અમીર રઝા ખાન જેવા નામો પણ તપાસ અને ફરાર આરોપીઓની યાદીમાં સામે આવ્યાં હતાં. આતંકવાદ સામેની લડાઈમાં દરેક આરોપ અને દરેક ગુનાને પુરાવા તથા કોર્ટના ચુકાદાના આધારે જ જોવો જરૂરી છે.

નોંધ : આ તમામ માહિતી વિવિધ જાહેર માધ્યમો અને સમાચાર અહેવાલોના આધારે રજૂ કરવામાં આવી છે. TV9 ગુજરાતી આ માહિતીના દાવા કરતું નથી.

આ પણ વાંચો, Breaking News : અમદાવાદમના પકવાન જંક્શન પર કેપ્સ્યુલ સિસ્ટમની નવી વ્યવસ્થા, થશે ઈંધણની બચત! જાણો શું છે આ સિસ્ટમ? જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.