પીએમ મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસને વોટ્સએપ પર આવ્યો ઓડિયો મેસેજ, ક્રાઈમ બ્રાંચ એક્ટીવ મોડ પર

|

Nov 22, 2022 | 12:58 PM

આ ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીના બે સાગરિતોને પીએમ મોદીની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળવાના સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ સતર્ક થઈ ગઈ છે.

પીએમ મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસને વોટ્સએપ પર આવ્યો ઓડિયો મેસેજ, ક્રાઈમ બ્રાંચ એક્ટીવ મોડ પર
PM Narendra Modi
Image Credit source: File Photo

Follow us on

ગુજરાતની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને મોકલવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ઓડિયો મેસેજ આવ્યો છે. આ ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીના બે સાગરિતોને પીએમ મોદીની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળવાના સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ સતર્ક થઈ ગઈ છે.

આ ધમકીભર્યો ઓડિયો મેસેજ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે. ધમકીભર્યો ઓડિયો મેસેજ મોકલનારએ દાઉદ ઈબ્રાહિમના બે સાગરિતોના નામ પણ આપ્યા છે, જેમને પીએમ મોદીની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમના નામ મુસ્તફા અહેમદ અને નવાઝ છે. પરંતુ ઓડિયો મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ જાહેર કર્યું નથી. આ ઓડિયો ક્લિપ હિન્દીમાં છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ધમકીભર્યો ઓડિયો ક્લિપ મોકલનાર વ્યક્તિને શોધી રહી છે મુંબઈ પોલીસ

પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતી ઓડિયો ક્લિપમાં અત્યાર સુધીમાં કુલ 7 મેસેજ મોકલવામાં આવ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ મેસેજ મોકલનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. એક હીરાના વેપારીની પૂછપરછ કરવામાં આવી છે. તેનું કારણ એ છે કે વોટ્સએપ મેસેજમાં એક ફોટો પણ મોકલવામાં આવ્યો છે. આ ફોટો સુપ્રભાત વેઝ નામના વ્યક્તિનો મળ્યો હતો. આ વ્યક્તિ સંબંધિત હીરાના વેપારી સાથે કામ કરતો હતો. તેની શંકાસ્પદ પ્રવૃતિઓને કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસને સતત આવી ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં વધુ એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. પાકિસ્તાનના અનેક નંબરના આ કોલમાં 26/11 જેવા હુમલાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે વરલી પોલીસ
સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય સમાન અન્ય કોલમાં અંધેરીમાં ઈન્ફિનિટી મોલ, જુહુમાં પીવીઆર અને સાંતાક્રુઝમાં ફાઈવ સ્ટાર હોટલ સહર પર બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ કોલ મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર 112 પર આવ્યો હતો.

દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીના નામ બાદ હલચલ તેજ

આ વખતે મુંબઈ પોલીસને મળેલી ધમકીમાં દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીનું નામ સામે આવ્યું છે. એવું કહેવાય છે કે આ કામ ડી કંપનીના બે સાગરિતોને સોંપવામાં આવ્યું છે. આથી મુંબઈ પોલીસ ઘણી સતર્ક થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈનું અંડરવર્લ્ડ બહુ સક્રિય રહ્યું નથી. આવી સ્થિતિમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું અંડરવર્લ્ડ ફરી સક્રિય થયું છે.

મુંબઈ પોલીસને ધમકીઓથી ભરેલા સતત કોલ આવતા રહે છે

અગાઉ સાંતાક્રુઝમાં રહેતા એક વ્યક્તિને પણ ધમકીભર્યો ફોન આવ્યો હતો. તેની સામે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, ‘બોમ્બ બ્લાસ્ટ કરવો છે, ભારતમાં તબાહી મચાવી છે.’ આ પછી મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. થોડા દિવસો પહેલા આવો જ એક ફોન મુકેશ અંબાણી અને તેમના પરિવાર અને તેમની હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. પરંતુ પાછળથી આ ધમકીઓ ખોટી સાબિત થઈ.

આવી ધમકીઓ સતત સામે આવી રહી છે, જેમાંથી ધમકી આપનાર ક્યારેક દારૂના નશામાં હોટેલીયરને ધમકાવવાની કબૂલાત કરે છે તો ક્યારેક તે હોટલવાળાને પાઠ ભણાવવા માટે તેના ફોન પરથી હોટલવાળાને ધમકી આપ્યાની કબૂલાત કરે છે. પરંતુ દર વખતે પોલીસ આ ધમકીઓને લઈને તકેદારી વધારી દે છે અને ફોન કરનારને શોધવાનું શરૂ કરે છે.

 

 

Published On - 12:53 pm, Tue, 22 November 22

Next Article