મુંબઈના અંધેરી રેલવે સ્ટેશને યુવક પર પસાર થઈ ગઈ આખી ટ્રેન, જુઓ VIDEO

|

May 10, 2019 | 3:50 PM

મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા પર પડી ગયો હતો.  વ્યક્તિ ઉપરથી ટ્રેન પસાર થઈ છતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો.   મુંબઈના અંધેરીમાં બનેલી એક દિલધડક ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ થયો છે. 9 મેના રોજ સવારે અંધેરી રેલવે સ્ટેશન પરથી અવંતિકા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. તે […]

મુંબઈના અંધેરી રેલવે સ્ટેશને યુવક પર પસાર થઈ ગઈ આખી ટ્રેન, જુઓ VIDEO

Follow us on

મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા પર પડી ગયો હતો.  વ્યક્તિ ઉપરથી ટ્રેન પસાર થઈ છતા તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

 

મુંબઈના અંધેરીમાં બનેલી એક દિલધડક ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ થયો છે. 9 મેના રોજ સવારે અંધેરી રેલવે સ્ટેશન પરથી અવંતિકા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. તે જ સમયે એક વ્યક્તિ પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા પર પડી ગયો હતો. એક તરફ આ વ્યક્તિ ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી તો બીજી તરફ ત્યાં ઉભેલા લોકો મોબાઈલમાં તેનો વીડિયો ઉતારી રહ્યા હતા અને ટ્રેન નીચે ફસાયેલા વ્યક્તિને સાવધાન રહેવાની અને હલનચલન નહીં કરવાની સલાહ આપી રહ્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

TV9 Gujarati

 

લગભગ 46 સેકન્ડ સુધી જીવન અને મરણ વચ્ચેની આ જંગ ચાલતી રહી અને આખરે મોત સામે જિંદગીની જીત થઈ ગઈ. ટ્રેન પસાર થઈ ગઈ અને ત્યાં ઉભેલા લોકોએ આ વ્યક્તિને ત્યાંથી બહાર કાઢ્યો. આટલી મોટી ઘટના બની પણ આ વ્યક્તિને ચમત્કારિક રીતે કોઈ જ ઈજા થઈ ન હતી ન હતી.સોશિયલ મીડિયામાં આ વીડિયો થયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ના હોય! તમે ચા પીવાના શોખીન હશો પરંતુ આ ‘ચાચી’ 33 વર્ષથી માત્ર ચા પીને જીવી રહ્યા છે, ડૉક્ટરોને પણ કંઈ સમજાતું નથી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article