મુલાયમ સિંહ યાદવની પત્ની સાધનાનું નિધન, છેલ્લા ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા

|

Jul 09, 2022 | 4:37 PM

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના યાદવનું નિધન થયું છે. સાધના છેલ્લા ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા.

મુલાયમ સિંહ યાદવની પત્ની સાધનાનું નિધન, છેલ્લા ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા
Sadhna Yadav (File image)

Follow us on

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav)ની પત્ની સાધના યાદવનું નિધન થયું છે. સાધના યાદવ છેલ્લા ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા. સાધના ઘણા સમયથી બીમાર હતા. સાધના યાદવ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સાવકી માતા છે. સાધના મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની હતા. સાધના યાદવના પુત્રનું નામ પ્રતીક યાદવ અને પુત્રવધૂનું નામ અપર્ણા યાદવ છે. 2003માં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની પ્રથમ પત્ની અને માતા માલતી દેવીનું અવસાન થયા બાદ મુલાયમ સિંહ યાદવે સાધના ગુપ્તાને બીજી પત્ની તરીકે માન્યતા આપી હતી. બીજી તરફ સાધના ગુપ્તાના નિધન બાદ ગુરુગ્રામની હોસ્પિટલમાં મોટા નેતાઓનો જમાવડો થયો છે. આખો યાદવ પરિવાર પણ મેદાંતા હોસ્પિટલ પહોંચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સાધના ગુપ્તાના અંતિમ સંસ્કાર લખનૌમાં કરવામાં આવશે.

બીજી તરફ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને સાધના ગુપ્તાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા, પ્રભુ, પવિત્ર આત્માને તમારા ચરણોમાં સ્થાન આપો. કેશવ મૌર્યએ લખ્યું કે ભગવાન એસપી સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને તેમના પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

સાધના ગુપ્તાનો જન્મ ઔરૈયાના બિધુના તાલુકામાં થયો હતો. તેના પ્રથમ લગ્ન 4 જુલાઈ 1986ના રોજ ફર્રુખાબાદના ચંદ્ર પ્રકાશ ગુપ્તા સાથે થયા હતા. પ્રતિક યાદવનો જન્મ 7 જુલાઈ 1987ના રોજ થયો હતો. આ પછી, સાધના ગુપ્તા અને ચંદ્ર પ્રકાશ વચ્ચેના સંબંધોમાં અંતર વધવા લાગ્યું અને આખરે બંને અલગ થઈ ગયા. જોકે છૂટાછેડા વર્ષ 1990માં થયા હતા. પતિથી અલગ થયા બાદ જ સાધના ગુપ્તા તત્કાલીન સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના સંપર્કમાં આવી હતી. 1989માં જ્યારે મુલાયમ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે એવી અટકળો વહેતી થઈ હતી કે તેમણે બે વાર લગ્ન કર્યા હતા. જો કે આ અફવા સાચી નીકળી, મુલાયમ સિંહ યાદવે તેમની પ્રથમ પત્ની માલતી દેવીના મૃત્યુના થોડા વર્ષો પછી સાધના ગુપ્તાને બીજી પત્ની તરીકે ઓળખાવી હતી.

Next Article