Mucormycosis : બ્લેક ફંગસના વધતા કેસ વચ્ચે દવાની ઉપલબ્ધતા વધારવાના પ્રયાસ થયા તેજ

|

May 27, 2021 | 5:48 PM

Mucormycosis : બ્લેક ફંગસના વધી રહેલા કેસ દેશને મુશ્કેલીમાં નાખી રહ્યા છે. ત્યારે ભારતમાં બ્લેક ફંગસની (Black Fungus) સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવા લિપોસોમલ એંફોટેરેસિન –બી ઇન્જેક્શનની (Liposomal Amphotericin B injection)ઉપલબ્ધતા વધારવાના પ્રયાસ તેજ કરી દેવામાં આવ્યા છે.

Mucormycosis :  બ્લેક ફંગસના વધતા કેસ વચ્ચે દવાની ઉપલબ્ધતા વધારવાના પ્રયાસ થયા તેજ
સાંકેતિક તસ્વીર

Follow us on

Mucormycosis : કોરોનાવાયરસના સંક્રમણની બીજી લહેર નબળી પડતી હોય તેમ લાગી રહ્યુ છે.પરંતુ બ્લેક ફંગસના વધી રહેલા કેસ દેશને મુશ્કેલીમાં નાખી રહ્યા છે. ભારતમાં પહેલેથી જ બ્લેક ફંગસની (Black Fungus) સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવા લિપોસોમલ એંફોટેરેસિન –બી ઇન્જેક્શનની (Liposomal Amphotericin B injection)ઉપલબ્ધતા વધારવાના પ્રયાસ તેજ કરી દેવામાં આવ્યા છે.

સરકારે આ દવાનું ઉત્પાદન વધારવા માટે હજી પાંચ કંપનીઓને લાયસન્સ આપ્યુ છે જે આ દવાને બનાવી શકે છે. ભારતમાં કોરોના વાયરસ સાથે બ્લેક ફંગસ (Mucormycosis)ના નવા કેસ સતત સામે આવી રહ્યા છે.

સુત્રો પ્રમાણે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે દેશને આ દવા દુનિયામાં ક્યાંયથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. પીએમ મોદીના નિર્દેશ બાદ બ્લેક ફંગસ સાથે જોડાયેલી દવાનો સપ્લાય મેળવવાનું કામ તેજ કરવામાં આવ્યુ છે. અહેવાલ છે કે બ્લેક ફંગમાં ઉપયોગ થનારી દવા અમેરિકામાં ગિલિયડ સાયન્સની મદદથી મેળવવામાં આવી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આપને જણાવી દઇએ કે અત્યાર સુધી ભારતમાં 11,717 બ્લેક ફંગસના કેસ નોંધાયા છે. જેમાં સરકારના ડેટા પ્રમાણે ગુજરાત,મહારાષ્ટ્રા અને આંધપ્રદેશમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 2,770 કેસ નોંધાયા છે, જ્યારે  ગુજરાતમાં 2,859 કેસ અને આંધ્રપ્રદેશમાં 786 કેસ નોંધાયા છે.

Next Article