MTP Bill 2020: સ્ત્રીનું સ્વાસ્થય અને વ્યક્તિગત ગૌરવ જાળવી રાખતુ ગર્ભપાતની મંજૂરી વાળુ બિલ બન્ને સંસદમાં પાસ

|

Mar 17, 2021 | 3:46 PM

MTP Bill 2020: આ કાયદાની જરૂરિયાત ગર્ભપાતને લગતા વર્તમાન કાયદાને કારણે, બળાત્કાર અથવા કોઈ ગંભીર રોગથી પીડાતી સગર્ભા સ્ત્રીને મળતી મુશ્કેલીઓને કારણે થઈ છે.

MTP Bill 2020: સ્ત્રીનું સ્વાસ્થય અને વ્યક્તિગત ગૌરવ જાળવી રાખતુ ગર્ભપાતની મંજૂરી વાળુ બિલ બન્ને સંસદમાં પાસ
MTP bill 2020

Follow us on

MTP Bill 2020: રાજ્યસભાએ મંગળવારે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (ખરડો) બિલ  2020 (MTP (Amendment) Bill, 2020) પસાર કર્યું હતું. આ બિલમાં, ગર્ભપાત માટેની માન્ય કાનૂની મર્યાદા હાલના 20 અઠવાડિયાથી વધારીને 24 અઠવાડિયા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પર ચર્ચા દરમિયાન આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે આ બિલ ઘણી ચર્ચા બાદ લાવવામાં આવ્યું છે. ગયા વર્ષથી આ બિલ બાકી હતું કારણ કે લોકસભાએ તેને ગયા વર્ષે જ પસાર કર્યું હતું.

આ બિલમાં, ગર્ભપાતની મંજૂરીની મર્યાદા હાલના 20 અઠવાડિયાથી વધારીને 24 અઠવાડિયા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાની જરૂરિયાત ગર્ભપાતને લગતા વર્તમાન કાયદાને કારણે, બળાત્કાર અથવા કોઈ ગંભીર રોગથી પીડાતી સગર્ભા સ્ત્રીને મળતી મુશ્કેલીઓને કારણે થઈ છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, જો બાળકને જન્મ આપતા કોઈ મહિલાના જીવને જોખમ હોય તો પણ આવી સ્થિતિમાં તેનું ગર્ભપાત થઈ શકતું ન હતું. જો ગર્ભાવસ્થા 20 અઠવાડિયા કરતા ઓછી હોય તો જ ગર્ભપાત થઈ શકતો હતો.

મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020

અવિવાહિત સ્ત્રીઓને ગર્ભપાત કરવાની મંજૂરી
આ બિલ બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ, કૌટુંબિક જાતીય સતામણીનો ભોગ બનેલી સ્ત્રીઓ, સગીરની જાતીય સંરક્ષણ અને વ્યક્તિગત ગૌરવ અને સ્ત્રી આત્મસન્માનને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે ગર્ભના અસામાન્યતાના કિસ્સામાં 24 અઠવાડિયા પછી ગર્ભાવસ્થા સમાપ્ત થઈ શકે છે કે કેમ તે નક્કી કરવા રાજ્ય કક્ષાના તબીબી બોર્ડ ગોઠવવામાં આવશે જે તમામ જટિલતાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ બિલનો કાયદો લાગુ થયા પછી, અવિવાહિત મહિલાઓને કાનૂની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવશે. હાલની કાનૂની જોગવાઈઓ હેઠળ, ફક્ત પરિણીત મહિલાઓને ગર્ભપાત કરવાની છૂટ હતી. આ કાયદો આવવાથી એકલી મહિલાઓ માટે કાયદાના દાયરામાં અને સુરક્ષિત રીતે ન જોઈતા ગર્ભને કઢાવવું સરળ થઈ જશે.

Next Article