સહારા ગ્રુપના વડા સુબ્રતો રોય સહિત 14 લોકોની ધરપકડ કરવા લખનૌ પહોંચી પોલીસ, જાણો શું છે મામલો ?

|

Apr 22, 2022 | 8:45 AM

MP પોલીસનું (MP Police) કહેવું છે કે સુબ્રતો રોય અને અન્ય લોકોની સતત ગેરહાજરી માટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યુ હતુ અને હાલ પોલીસ તેમની ધરપકડ કરવા લખનૌ પહોંચી છે.

સહારા ગ્રુપના વડા સુબ્રતો રોય સહિત 14 લોકોની ધરપકડ કરવા લખનૌ પહોંચી પોલીસ, જાણો શું છે મામલો ?
Sahara Group chief Subrata Roy

Follow us on

ઉત્તર પ્રદેશની (Uttar pradesh) રાજધાની લખનૌમાં (Lucknow) મધ્યપ્રદેશની દતિયા પોલીસે(MP Policeસહારા ગ્રુપના વડા સુબ્રતો રોય સહારા સહિત 14 લોકો સામે બિનજામીનપાત્ર વોરંટ જાહે કર્યુ છે. તમને જણાવી દઈએ કે, પોલીસ સુબ્રતો રોય (Subrata Roy)અને અન્ય લોકોને છેતરપિંડીના કેસમાં શોધી રહી હતી અને કોર્ટે તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો. જે બાદ દતિયા પોલીસ લખનૌ પહોંચી હતી. પોલીસની ટીમ ગોમતીનગરમાં સહારા સિટી પહોંચી હતી અને ત્યાં બે કલાક સુધી શોધખોળ કર્યા બાદ પરત ફરી હતી.

આ પહેલા પણ વોરંટ ઈશ્યુ થઈ ચૂક્યું છે

લખનૌ આવેલા દતિયા પોલીસના ઇન્સ્પેક્ટર રવિન્દ શર્માએ(Ravinda Sharma)  જણાવ્યું કે સહારા ચિટફંડ કંપનીમાં ઘણા લોકોએ પૈસા રોક્યા હતા અને સમય વીતી જવા છતાં કંપનીના ડિરેક્ટરોએ રોકાણકારોને પૈસા પરત કર્યા નથી. જે બાદ દતિયા કોતવાલીમાં અલગ-અલગ તારીખે 14 કેસ નોંધવામાં આવ્યા હતા અને સુબ્રતો રાય, સ્વપ્ન રાય, અનિલ પાંડે, ડીકે શ્રીવાસ્તવ, રૂમી દત્તા, કરુણેશ અવસ્થી, રાણા જિયા, અબ્દુલ દબીર સહિત અન્ય બોર્ડ સભ્યોને આરોપી જાહેર કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે આરોપીઓ અનેક તારીખો પછી પણ ટ્રાયલમાં (Court Trial)  હાજર થયા ન હતા અને ત્યાર બાદ તેમની સામે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પહેલા પણ વોરંટ ઈશ્યુ થઈ ચૂક્યું છે.

પોલીસનું કહેવું છે કે સુબ્રતો રાય અને અન્યો સામે તેમની સતત ગેરહાજરી માટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું અને દતિયા પોલીસ તેમની સેવા કરાવવા માટે અહીં પહોંચી છે. પોલીસ ઈન્સ્પેક્ટર રવિંદ શર્માએ જણાવ્યું કે તેઓ ટીમ સાથે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ત્યાં કોઈ આરોપી મળ્યો ન હતો.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

નોટિસ ચોંટાડીને ટીમ પરત ફરી હતી

પોલીસનું કહેવું છે કે કોર્ટનો આદેશ અને તેનો અમલ કરવાનો છે. પરંતુ લખનૌના સહારા શહેરમાં કોઈ આરોપી મળ્યો ન હતો. જે બાદ કોર્ટમાં હાજર રહેવાની નોટિસ સહારા શહેરના ગેટ પર ચોંટાડવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે વોરંટમાં આરોપીઓને કોર્ટમાં હાજર થવા માટે 5 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓએ પોતાનું સરનામું સહારા સિટી તરીકે આપ્યું હતું.

 

આ પણ વાંચોઃ

CBIએ ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, જાણો શું છે NSE SCAM

આ પણ વાંચોઃ

રશિયાનો મોટો નિર્ણય, કમલા હેરિસ અને માર્ક ઝુકરબર્ગ સહિત અનેક અમેરિકન-કેનેડિયનના પ્રવેશ પર પ્રતિબંધ

Next Article