COLD WAVE : ઉત્તર-પશ્ચિમ-મધ્ય ભારતમાં કાતિલ ઠંડી, માઉન્ટ આબુમાં -4 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો

|

Dec 31, 2020 | 12:50 PM

ઉત્તર-પશ્ચિમ દિશામાંથી વહેતા કાતિલ ઠંડા પવનોએ ફરી એકવાર ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના રાજ્યોને તીવ્ર કોલ્ડવેવમાં જકડી લીધાં છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ચાર રહ્યો હતો. ગુરુ શિખર પર તાપમાનનો પારો માઇનસ છ ડિગ્રી નોંધાયો હતો. માઉન્ટ આબુમાં નળમાં પણ પાણી થીજી જતાં લોકોને સવારે પાણી મેળવવામાં હાલાકી ભોગવવી […]

COLD WAVE : ઉત્તર-પશ્ચિમ-મધ્ય ભારતમાં કાતિલ ઠંડી, માઉન્ટ આબુમાં -4 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો

Follow us on

ઉત્તર-પશ્ચિમ દિશામાંથી વહેતા કાતિલ ઠંડા પવનોએ ફરી એકવાર ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના રાજ્યોને તીવ્ર કોલ્ડવેવમાં જકડી લીધાં છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ચાર રહ્યો હતો. ગુરુ શિખર પર તાપમાનનો પારો માઇનસ છ ડિગ્રી નોંધાયો હતો. માઉન્ટ આબુમાં નળમાં પણ પાણી થીજી જતાં લોકોને સવારે પાણી મેળવવામાં હાલાકી ભોગવવી પડી હતી. તો રાજસ્થાનનું ચુરુ માઇનસ ૧.૫ ડિગ્રીએ સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જે છેલ્લા ૧૫ વર્ષનું સૌથી નીચું તાપમાન હતું. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી શીતલહેર યથાવત્ રહી હતી. પંજાબના અમૃતસર ખાતે લઘુતમ તાપમાન ૧.૮ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી ૪૮ કલાક સુધી કાતિલ ઠંડીમાંથી રાહતના અણસાર નથી. બીજી જાન્યુઆરીના રોજ નવું એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પર છવાશે. તેની સાથે સાઇક્લોનિક સરક્યુલેશન જોડાતાં ઉત્તરમાંથી વાતા ઠંડા પવનો મંદ પડશે અને ઠંડીમાંથી થોડી રાહત મળશે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Next Article