મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકનો ફરાર ગેંગસ્ટર એજાજ લકડાવાલાની ધરપકડ

|

Jan 09, 2020 | 8:44 AM

મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકનો ફરાર ગેંગસ્ટર એજાજ લકડાવાલાની ધરપકડ કરવામાં આવી છે. પટનામાં મુંબઈ પોલીસની એન્ટી એક્સટોર્શન સેલે લકડાવાલાની ધરપકડ કરી છે. સાથે જ કોર્ટે 21 જાન્યુઆરી સુધી તેને પોલીસ કસ્ટડીમાં પણ લઈ લીધો છે. તાજેતરમાં જ એન્ટી એક્સટોર્શન સેલે લકડાવાલાની દીકરીને મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. તે દેશ છોડીને ભાગવાની તૈયારીમાં […]

મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકનો ફરાર ગેંગસ્ટર એજાજ લકડાવાલાની ધરપકડ

Follow us on

મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની નજીકનો ફરાર ગેંગસ્ટર એજાજ લકડાવાલાની ધરપકડ કરવામાં આવી છે. પટનામાં મુંબઈ પોલીસની એન્ટી એક્સટોર્શન સેલે લકડાવાલાની ધરપકડ કરી છે. સાથે જ કોર્ટે 21 જાન્યુઆરી સુધી તેને પોલીસ કસ્ટડીમાં પણ લઈ લીધો છે. તાજેતરમાં જ એન્ટી એક્સટોર્શન સેલે લકડાવાલાની દીકરીને મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. તે દેશ છોડીને ભાગવાની તૈયારીમાં હતી.

 

 

પોલીસ મુજબ 8 જાન્યુઆરીએ એજાજ લકડાવાલાની પટના આવવાની જાણકારી મળી હતી. પોલીસે જણાવ્યું કે 8 જાન્યુઆરીએ એજાજ લકડાવાલા પટનામાં આવવાના છે, તેની જાણકારી અમને મળી હતી. અમે પટના પોલીસની મદદથી તેની ધરપકડ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લા 6 મહિનામાં એજાજને પકડવાનો પ્રયત્ન વધી ગયો હતો. પોલીસે આગળ જણાવ્યું કે તાજેતરમાં જ લકડાવાલાની દીકરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. દીકરીની ધરપકડ પછી અમને લકડાવાલા વિશેની વધારે જાણકારી મળી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસે કહ્યું એજાજ લકડાવાલાએ 2008માં છોટા રાજનનો સાથ છોડી દીધો હતો. એજાજના નામે ઘણા ટ્રાવેલ ડોક્યુમેન્ટ પણ મળ્યા છે. તે લંડન, કેનેડા અને યુએસમાં પણ રહ્યા છે. ત્યારે તેની વચ્ચે તે ઈન્ડિયામાં કેટલી વખત આવ્યા તેની પણ પોલીસ જાણકારી મેળવશે. લકડાવાલાએ દાઉદ અને છોટા રાજન બંનેની ગેંગમાં કામ કર્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article