ઓમિક્રોન વેરિયન્ટના મોટાભાગના દર્દીઓમાં આવા લક્ષણ જોવા મળે છે, જો તમને પણ આવી સમસ્યા હોય તો કરાવી લેજો કોરોના ટેસ્ટ

|

Dec 14, 2021 | 4:05 PM

જે લોકો કોરોનાની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા હતા. તેના ફેફસાં ખરાબ થઈ રહ્યાં હતાં. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી રહ્યું હતું. પરંતુ ઓમિક્રોન વેરિયન્ટમાં આવું નથી.

ઓમિક્રોન વેરિયન્ટના મોટાભાગના દર્દીઓમાં આવા લક્ષણ જોવા મળે છે, જો તમને પણ આવી સમસ્યા હોય તો કરાવી લેજો કોરોના ટેસ્ટ
Omicron variant (Symbolic image)

Follow us on

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના (Omicron variant) દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધી, આ વેરિયન્ટના ચેપગ્રસ્ત લોકોમાં કોરોનાવાયરસના (Coronavirus) ખૂબ જ હળવા લક્ષણો જોવા મળ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે ડેલ્ટા વેરિયન્ટની (Delta variant) સરખામણીમાં ઓમિક્રોન (Omicron) થોડું અલગ છે. આ પ્રકારના મોટાભાગના દર્દીઓને ગળામાં દુખાવો અને સૂકી ઉધરસ હોય છે. જ્યારે, ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓમાં વધુ તાવ અને શ્વસન સમસ્યાઓ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી. દર્દીઓમાં તાવની કોઈ ફરિયાદ નથી. એવા ઘણા સંક્રમિત લોકો છે જેમનામાં કોરોનાના કોઈ લક્ષણો નથી. જ્યારે, જેઓ ડેલ્ટાથી સંક્રમિત હતા. તેના ફેફસાં બગડી ગયાં હતાં. આ કારણે તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી રહ્યું હતું. તે સમયે મોટાભાગના દર્દીઓમાં સ્વાદ અને ગંધ ગુમાવવી એ સૌથી સામાન્ય લક્ષણ હતું, પરંતુ ઓમિક્રોન દર્દીઓમાં આવું નથી.

દિલ્હીની સરકારી હોસ્પિટલના તબીબનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટના જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંના મોટાભાગનાને માત્ર ગળામાં દુખાવો થાય છે. તાવ પણ બે-ત્રણ દિવસમાં ઉતરી જાય છે. ડોકટરનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ સંક્રમણગ્રસ્ત દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળ્યા નથી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ઓમિક્રોન ડેલ્ટાથી તદ્દન અલગ છે
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના તબીબનુ કહેવું છે કે અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના દર્દીઓમાં લક્ષણો જોવા મળ્યા છે. તે ડેલ્ટાથી ખૂબ જ અલગ છે. ડોક્ટરના મતે શ્વાસ લેવામાં તકલીફ ન થવી એ રાહત છે. જેના કારણે ઓછા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થશે. કારણ કે હળવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં, આ પ્રકાર સામાન્ય ઉધરસ અને શરદી જેવો છે. જેની સારવાર ઘરે પણ સરળતાથી કરી શકાય છે. ડોકટર કહે છે કે દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. અત્યાર સુધી આ પ્રકારનો કોઈ ગંભીર દર્દી આવ્યો નથી. જો કે હજુ થોડા દિવસો સુધી તેના પર નજર રાખવી પડશે.

બીમાર લોકોએ સાવધાન રહેવું જોઈએ
ડોક્ટરનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત મોટાભાગના લોકોમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ એવું જરૂરી નથી કે આવું બધા લોકોને થાય. આ પ્રકાર કોમોર્બિડિટીઝવાળા દર્દીઓમાં વધુ ગંભીર લક્ષણો બતાવી શકે છે. તેથી, એ મહત્વનું છે કે જે લોકો પહેલાથી જ ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ, હાઈ બ્લડ પ્રેશર, કિડનીની બિમારી અથવા અન્ય કોઈ ગંભીર સમસ્યાથી પીડિત છે, તેઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ભીડભાડવાળા વિસ્તારોમાં ન જાવ અને હાલમાં કોઈપણ પ્રકારની પાર્ટી કે ફંક્શનમાં જવાનું ટાળો.

જો તમને લક્ષણો દેખાય તો પરીક્ષણ કરાવો
ડૉકટરના જણાવ્યા અનુસાર આ સિઝનમાં અન્ય વાયરસ પણ ખૂબ જ સક્રિય થઈ જાય છે. જેના કારણે ઉધરસ અને શરદીની સમસ્યા વધી જાય છે. જો કે, ઓમિક્રોન દર્દીઓના લક્ષણોને જોતા, લોકોને સલાહ આપવામાં આવે છે કે જો તેઓને ગળામાં દુખાવો, હળવો તાવ અને સૂકી ઉધરસ હોય તો તેઓ એકવાર કોરોના ટેસ્ટ કરાવવુ જોઈએ.

આ પણ વાંચોઃ

કાશ્મીર ટાઈગર્સે પોલીસ બસ પર કર્યો હતો આતંકી હુમલો, નવું નામ અને જૂનું કામ; જાણો- કઈ છે આ આતંકી સંસ્થા

 

Next Article