ભારતીય સેનામાં 90,000થી વધુ જગ્યાઓ છે ખાલી: સંરક્ષણ મંત્રાલય

|

Jul 28, 2021 | 9:23 AM

સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ભારતીય સેનામાં 7,912 ઓફિસરોની જગ્યા ખાલી છે. અને 90,640 સૈનિકોના પદ ખાલી છે.

ભારતીય સેનામાં 90,000થી વધુ જગ્યાઓ છે ખાલી: સંરક્ષણ મંત્રાલય

Follow us on

નવી દિલ્હી: ભારતીય સેનામાં 7,900 અધિકારીઓની ખેંચનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે જુનિયર કમિશન અધિકારીઓ સહિત સૈનિકો માટેની 90,000થી વધુ જગ્યાઓ પણ ખાલી છે. એમ સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં ઉઠાવેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું. અજય ભટ્ટે જણાવ્યું કે, ભારતીય આર્મીમાં 7,912 ઓફિસરોની જગ્યા ખાલી છે. અને 90,640 સૈનિકોના પદ ખાલી છે.

ભટ્ટે વધુમાં જણાવ્યું કે, વાયુસેનામાં 610 ઓફિસરોના પદ, 7104 સૈનિકોના પદ ખાલી છે. આ સાથે નેવીમાં અધિકારી વર્ગમાં 1,190 જગ્યા અને સૈનિકોની 11,927 જગ્યા ખાલી છે. ઈન્ડિયન નેવીમાં આ ખાલી પડેલા અધિકારીઓના પદની સંખ્યા 1,190 છે, જ્યારે નાવિકો માટે 11,927 પદ ખાલી છે. તેમણે કહ્યું કે, યુવાઓને સશસ્ત્ર દળોમાં જોડાવા પ્રોત્સાહિત કરવા માટે શાળાઓ / કોલેજો / અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) શિબિરોમાં નિયમિત રીતે પ્રોત્સાહિત પ્રવચનો યોજવામાં આવે છે.

ખાલી પદોને ભરવા માટે ઘણા પગલાં પણ ઉઠાવ્યા છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર સશસ્ત્ર દળોમાં સુધારણા અને ખાલી જગ્યાઓ ભરવા સહિતના સશસ્ત્ર દળમાં નોકરીને આકર્ષક બનાવવા સરકારે વિવિધ પગલાં લીધાં છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો: CLAT Result 2021: ક્લેટ પરીક્ષાના પરિણામની તારીખ અને કાઉન્સિલીંગનું સમયપત્રક થયું જાહેર, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી

Next Article