Corona Vaccine: દેશમાં રસીકરણ પ્રક્રિયા તેજ, 74 દિવસમાં 6 કરોડથી વધારે લોકોને અપાઈ રસી

|

Apr 01, 2021 | 10:51 AM

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાના સંકેત પણ મળી રહ્યા છે. આ તમામની વચ્ચે કોરોના સંક્રમણ રોકવા દેશમાં કોવિડ-19 રસીના 6.24 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

Corona Vaccine: દેશમાં રસીકરણ પ્રક્રિયા તેજ, 74 દિવસમાં 6 કરોડથી વધારે લોકોને અપાઈ રસી

Follow us on

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાના સંકેત પણ મળી રહ્યા છે. આ તમામની વચ્ચે કોરોના સંક્રમણ રોકવા દેશમાં કોવિડ-19 રસીના 6.24 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આ જાણકારી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી છે.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ મંગળવારે સાંજે સાત વાગ્યા સુધી રસીકરણના 6 કરોડ 24 લાખ 8 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે 82 લાખ આરોગ્યકર્મીઓને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 52 લાખ 7 હજાર 368 આરોગ્યકર્મીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ રીતે અગ્રિમ હરોળમાં 90,08,905 કર્મીઓને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 37,70,603 કર્મીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 60 વર્ષથી વધારે ઉંમરના 2,90,20,989 લોકોને કોવિડ-19 વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

મંત્રાલયે જણાવ્યું કે ગંભીર બિમારીઓથી પીડિત 45-60 વર્ષની ઉંમરના 71,58,657 લોકોને રસીનો પહેલો ડોઝ અને આ શ્રેણીના 4,905 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મંગળવારે સાંજે સાત વાગ્યા સુધી 12,94,979 રસીના ડોઝ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરુ થવાનો આ 74મો દિવસ છે 16 જાન્યુઆરીએ રસીકરણની શરુઆત થઈ હતી. સાંજે સાત વાગ્યાના રિપોર્ટ પ્રમાણે 11,77,160 લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો જયારે 1,17,819 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

 

ગુજરાતમાં વધ્યા કેસ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહ્યા છે. રાજ્યમાં 30માર્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,220 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 10 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ 5, સુરતમાં 4 અને વડોદરામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,05,387 થઈ છે, તેમજ મૃત્યુઆંક વધીને 4,510 થયો છે.

 

આ પણ વાંચો: ચિંતાજનક: કોરોના બન્યો ‘સાયલન્ટ કિલર’, મુંબઇના 91 હજાર દર્દીઓમાંથી 74 હજારમાં નથી કોઈ લક્ષણો

Published On - 4:11 pm, Wed, 31 March 21

Next Article