Corona Vaccination : દેશમાં કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં, 37 કરોડથી વધુ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું

|

Jul 09, 2021 | 11:37 PM

Corona Vaccination in India : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે 9 જુલાઈને શુક્રવારે દેશમાં 27.86 લાખ ડોઝનું રસીકરણ થયું. જેમાં 18-44 ઉંમરવર્ગના 13,28,636 લોકોને પ્રથમ અને 1,24,570 લોકોને કકોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Corona Vaccination : દેશમાં કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં,  37 કરોડથી વધુ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું
IMAGE SOURCE : @COVIDNewsByMIB

Follow us on

Corona Vaccination : દેશમાં એક બાજુ કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણના નવા કેસો અને મૃત્યુ સાથે એક્ટીવ કે ઘટી રહ્યાં છે તો બીજી બાજુ કોરોના વિરૂદ્ધ રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. 1 મે 2021 થી શરૂ થયેલા કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં સૌને મફત રસીની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત થયા બાદ દેશમાં કોરોના રસીકરણે ગતિ પકડી છે. કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનવા પાછળનું એક પરિબળ સ્થળ પર રજીસ્ટ્રેશન એ પણ છે. દેશમાં 9 જુલાઈને શુક્રવારે 27.86 લાખ ડોઝનું અને અત્યાર સુધીમાં 37 કરોડથી વધુ રસીકરણ પૂર્ણ થયું છે.

9 જુલાઈએ 27.86 લાખ ડોઝનું રસીકરણ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે 9 જુલાઈને શુક્રવારે દેશમાં 27.86 લાખ ડોઝનું રસીકરણ થયું. જેમાં 18-44 ઉંમરવર્ગના 13,28,636 લોકોને પ્રથમ અને 1,24,570 લોકોને કકોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ 18 થી 44 વર્ષની વયજૂથના 10,98,62,585 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 35,08,932 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

37 કરોડથી વધુ ડોઝનું રસીકરણ પૂર્ણ
દેશમાં 9 જુલાઈએ સાંજે પુરા થયેલા 27.86 લાખ ડોઝના રસીકરણ સાથે જ કુલ 37 કરોડથી વધુ રસીકરણ પૂર્ણ થયું છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના દૈનિક બુલેટીન અનુસાર દેશના 37 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18 થી 44 વર્ષની વયજૂથના 10,98,62,585 લોકોને પ્રથમ ડોઝ અને 35,08,932 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દેશના આ આઠ રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 18 થી 44 વર્ષની વયજૂથના 50 લાખથી વધુ લોકોને COVID-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ 14 રાજ્યો આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 18 વર્ષની થી 44 વયજૂથના 10 લાખથી વધુ લોકોને COVID-19 રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 56 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ, સતત ત્રીજા દિવસે રસીકરણ બંધ રહ્યું

Next Article