Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 56 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ, સતત ત્રીજા દિવસે રસીકરણ બંધ રહ્યું

Gujarat corona Update : રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ 196 અને અત્યાર સુધીમાં કુલ 8,12,718 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રીકવરી રેટ વધીને 98.61 ટકા થયો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 56 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ, સતત ત્રીજા દિવસે રસીકરણ બંધ રહ્યું
GUJARAT CORONA UPDATE 9 JULY 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 8:40 PM

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય અને 1 પર આવી ગયો છે, અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 2 દિવસ મૃત્યઆંક શૂન્ય નોંધાયા બાદ આજે 9 જુલાઈના રોજ કરોનાના કારણે એક પણ દર્દીની મૃત્યુ થયું છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 1356 થયા છે.

કોરોના નવા 56 કેસ, એક દર્દીનું મૃત્યુ રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ કોરોનાના નવા 56 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,24,147 થઇ છે અને બે દિવસથી 10,072 પર સ્થિર થયેલો મૃત્યુઆંક એક આંકડો વધીને 10,073 થયો છે.

અમદાવાદમાં 12, સુરતમાં 10 નવા કેસ રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 12, સુરતમાં 10, વડોદરામાં 5, રાજકોટમાં 4, ભાવનગર અને ગાંધીનગરમાં 2-2 તેમજ જામનગર અને જુનાગઢ શહેરમાં કોરોના વાયરસનો 1-1 નવો કેસ નોંધાયો છે, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

196 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 1356 થયા રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 196 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,12,718 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.61 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1356 થયા છે, જેમાં 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1348 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે સતત ત્રીજા દિવસે રસીકરણ બંધ રહ્યું રાજ્યમાં આજે 9 જુલાઈના રોજ સતત ત્રીજા દિવસે કરોના રસીકરણ બંધ રહ્યું છે. છેલ્લે 6 જુલાઈના રોજ નોંધાયેલા રસીકરણના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : MUMBAI : BMC એ 16 હજાર નાગરીકો પાસેથી વસુલ્યો 33 લાખ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ 

આ પણ વાંચો : યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં DELHI HIGH COURT ની ટીપ્પણી, કહ્યું જાતિ-ધર્મથી બહાર આવી રહ્યાં છે દેશના લોકો 

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી, ઉચ્ચસ્તરીય બેઠકમાં PM MODI એ કહ્યું દેશભરમાં શરૂ કરો 1500 ઓક્સિજન પ્લાન્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">