Monsoon: દક્ષિણ પશ્ચિમ ચોમાસું અંદમાન પહોંચ્યું, આ દિવસે થશે કેરળમાં આગમન

|

May 22, 2021 | 8:33 AM

દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોચ્યું છે. હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે.

Monsoon: દક્ષિણ પશ્ચિમ ચોમાસું અંદમાન પહોંચ્યું, આ દિવસે થશે કેરળમાં આગમન
File Photo

Follow us on

દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોચ્યું છે. હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. ખેડુતો માટે આ ખુશખબર છે, તેઓને ખરીફ પાકની વાવણી માટે ચોમાસાની રાહ જોવી પડશે નહીં.

હવામાન વિભાગે કહ્યું કે, ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, તે અંદમાનની બાજુમાં દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં પહોંચ્યું છે. ચોમાસાએ બંગાળની ખાડી, નિકોબાર આઇલેન્ડના દક્ષિણ ભાગ સહિત દક્ષિણ અંદમાન સમુદ્ર, ઉત્તર અંદમાન સમુદ્રના મોટાભાગના ભાગોમાં પહોચી ચુકયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 27 મે થી 2 જૂન વચ્ચે કેરળ દરિયાકાંઠે પહોચશે.

હવામાન વિભાગે એમ પણ કહ્યું હતું કે, 22 મેની આસપાસ ઉત્તર અંદમાન સમુદ્રની ખાડી અને તેની સાથેના પૂર્વ મધ્ય બંગાળ ઉપર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થવાની સંભાવના છે, જે 24 મે સુધીમાં ચક્રવાતી વાવાઝોડા ‘યાસ’ માં ફેરવાશે. તે 26 મેની સવારે ઉત્તર બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

દિલ્હીમાં સાત વર્ષ બાદ ચોમાસા પહેલા વરસાદ

હવામાન વિભાગના કુલદીપ શ્રીવાસ્તવે શુક્રવારે જણાવ્યું હતું કે, સફદરજંગ વેધશાળામાં સવારે આઠ વાગ્યે 2.6 મીમી વરસાદ નોંધાયો હતો. વર્ષ 2014 પછી આ પહેલી વાર છે, જ્યારે ચોમાસા પહેલા કાળઝાળ ગરમીને બદલે વરસાદ નોંધવામાં આવ્યો છે. આ અગાઉ 2011 માં, આ પ્રકારનું હવામાન નોંધાયું હતું.

Next Article