Monsoon Reaches Kerala: દક્ષિણપશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું કેરળ પહોંચ્યું, IMDએ ઘણા રાજ્યોમાં આપી વરસાદની આગાહી

|

May 29, 2022 | 6:07 PM

દક્ષિણપશ્ચિમ ચોમાસુ (Southwest Monsoon in Kerala) નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલા કેરળ પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું 1 જૂને આવવાનું હતું, પરંતુ 29 મેના રોજ જ આવી ગયું છે.

Monsoon Reaches Kerala: દક્ષિણપશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું કેરળ પહોંચ્યું, IMDએ ઘણા રાજ્યોમાં આપી વરસાદની આગાહી
Arrival of southwest monsoon in Kerala

Follow us on

કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Southwest Monsoon in Kerala) 1 જૂનના તેના સામાન્ય નિર્ધારિત સમયના ત્રણ દિવસ પહેલા રવિવારે કેરળમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગે આ માહિતી આપી છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાને ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા (IMD on Monsoon)ની જીવાદોરી ગણવામાં આવે છે. ભારતના હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે 1 જૂનના તેના સામાન્ય નિર્ધારિત સમયને બદલે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બુધવારે, 29 મેના રોજ કેરળમાં પહોંચ્યું છે. અગાઉ IMD ચક્રવાત અસાનીના બાકીના ભાગની મદદથી, 27 મેના રોજ ચોમાસું કેરળ પહોંચવાની અપેક્ષા હતી.

આ અંદાજમાં ચાર દિવસની પેટર્નની ભૂલ હતી. જો કે દક્ષિણ દ્વીપકલ્પમાં ફેલાયેલી આ અવશેષ હવામાન પ્રણાલી (અસાની)ની અસર નબળી પડી હતી. અસાની બે અઠવાડિયા પહેલા બંગાળની ખાડીમાં આવ્યો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ દક્ષિણ અને તટીય કર્ણાટકમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. IMD કહે છે કે બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણા-આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

દિલ્હીમાં ધૂળની ડમરીઓ ફૂંકાઈ શકે છે

રાજધાની દિલ્હી અને તેની આસપાસના રાજ્યોમાં પણ હવામાન બદલાશે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના ભાગોમાં ધૂળની ડમરીઓ સાથે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આ સિવાય બિહારમાં હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે અહીં ચોમાસું સમય પહેલા આવી જશે. ગયા વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં એક દિવસ પહેલા આવી ગયું હતું. આ વખતે તે બે દિવસ પહેલા આવવાનો અંદાજ છે. બિહારમાં ચોમાસાનો નિર્ધારિત સમય 13થી 15 જૂન વચ્ચે જણાવવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે

હવામાન વિભાગનો અંદાજ છે કે બિહારના 8 જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. રાત્રીના સમયથી અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને રવિવાર સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બિહારના પટના, વૈશાલી, મુઝફ્ફરપુર, ગયા, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા અને અરરિયામાં પણ વરસાદ પડી રહ્યો છે. આ સિવાય મધ્યપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ચોમાસું 15 જૂન પછી ઈન્દોર અને જબલપુર થઈને અહીં પહોંચે તેવી શક્યતા છે. જ્યારે 20 જૂને સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. જો કે ભોપાલ, ઈન્દોર, માલવા અને નિમારમાં વરસાદ નથી થઈ રહ્યો.

Next Article