Monsoon in India : ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળવાની અપેક્ષા, ચોમાસું 15 મેના રોજ આંદામાનમાં દસ્તક દેશે

|

May 13, 2022 | 11:21 PM

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મે 2022 ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે.

Monsoon in India : ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળવાની અપેક્ષા, ચોમાસું 15 મેના રોજ આંદામાનમાં દસ્તક દેશે
Monsoon

Follow us on

દેશમાં કાળઝાળ ગરમીમાંથી રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે (Meteorological Department) માહિતી આપી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) દેશમાં વહેલુ આવી શકે છે અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રથમ મોસમી વરસાદ 15 મેના રોજ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મે 2022 ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે.

હવામાન શાસ્ત્રીઓના મતે, વિસ્તૃત આગાહીએ પ્રિ-મોન્સૂન સતત આગમન માટે સાનુકૂળ સ્થિતિ દર્શાવી છે અને તે કેરળ ઉપર અને પછી ઉત્તર તરફ આગળ વધશે. ચોમાસાના વહેલા આગમનથી દેશના મોટાભાગના ભાગોમાં લોકોને રાહત મળશે, જેઓ એક પખવાડિયા કરતા વધુ સમયથી આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને આવે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. 14 થી 16 મે દરમિયાન દ્વીપસમૂહમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર, 15 અને 16 મેના રોજ દક્ષિણ આંદામાન સમુદ્રમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થવાની શક્યતા

કાળઝાળ ગરમી વચ્ચે રાહતની આગાહી થતા ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થશે તેથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ સહિત કેટલાયે રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે.તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગની પુના સ્થિત મુખ્ય લેબોરેટરી દ્વારા લાંબા સમયની નોંધ ઉપરથી તૈયાર કરાયેલા મલ્ટી મોડેલ, એક્સટેન્ડેડ રેન્જ, પ્રિડિક્શન સીસ્ટીમનો ઉપયોગ કરી આ અનુમાન આપ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુજરાતમાં ચોમાસું કેટલું વહેલું આવશે?

હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 15 મેના રોજ આંદામાન-નિકોબાર બાદ ચોમાસું આગળ વધી ભારતના મુખ્ય ભૂ-ભાગ તરફ આવશે.ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 15 જૂનના રોજ થતી હોય છે. એટલે કે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે.જો કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય અને સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. નોંધનીય છે કે ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસાની 9-10 જૂનના રોજ શરૂઆત થઈ ગઈ હતી.જોકે, આ વર્ષે તેનાથી પણ વહેલું રાજ્યમાં ચોમાસું બેસે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે. જો વહેલું ચોમાસું શરૂ થાય તો ખેડૂતોએ એ પ્રમાણે વહેલી વાવણી કરવાની પણ શરૂઆત કરવાની રહેશે.

Next Article