દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરી, દુધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કર્યો

મહેસાણાની દુધસાગર ડેરીએ છેલ્લા 1 વર્ષમાં તબક્કાવાર 60 રૂપિયા ભાવ વધારો જાહેર કર્યો છે. આ ભાવ વધારાથી સંસ્થાના 6.5 લાખ પશુપાલકોને લાભ પ્રાપ્ત થશે. જેમાં 1350 દૂધ મંડળીઓ સાથે સંકળાયેલી દૂધસાગર માસિક 5 કરોડ રૂપિયા વધુ ચૂકવણી કરશે .

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 13, 2022 | 9:09 PM

મહેસાણાની (Mehsana)  દૂધસાગર ડેરીએ(Dudhsagar Dairy)  પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં પશુપાલકોને ચૂકવાતા દૂધના(Milk) ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. જેના પગલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ભાવ 710 રૂપિયા ચૂકવાશે તેમજ આ ભાવવધારો 21 મેથી લાગુ પડશે. જેમાં છેલ્લા 1 વર્ષમાં દૂધસાગર ડેરીએ તબક્કાવાર 60 રૂપિયા ભાવ વધારો જાહેર કર્યો છે.  આ ભાવ વધારાથી સંસ્થાના 6.5 લાખ પશુપાલકોને લાભ પ્રાપ્ત થશે. જેમાં 1350 દૂધ મંડળીઓ સાથે સંકળાયેલી દૂધસાગર માસિક 5 કરોડ રૂપિયા વધુ ચૂકવણી કરશે .આ ડેરીનું કાર્યક્ષેત્ર મહેસાણા તેમજ પાટણ જિલ્લો છે.

સાગર ફ્રેશ ના નામથી પોતાના બીજા રીટેલ શોપ ઉભા કરશે

આ ઉપરાંત દૂધસાગર ડેરી પોતાના કાર્યક્ષેત્રમાં આવતા ખેડૂતો પાસેથી પ્રાકૃતિક પધ્ધતિ અનુસાર ઉત્પાદિત થતી વિવિધ શાકભાજી તથા અનાજ ની સીધી ખરીદી કરી પ્રથમ તબક્કામાં ગ્રાહકો ને સીધું વેચાણ કરશે તથા આગામી સમયમાં વિવિધ સ્થળોએ સાગર ફ્રેશ ના નામથી પોતાના બીજા રીટેલ શોપ ઉભા કરી બજાર માં ઉપલબ્ધ થશે ત્યારબાદ , બીજા તબક્કામાં આ ઉત્પાદનોને અમૂલ બ્રાન્ડ સાથે જોડી વૈશ્વિક બજાર તરફ ગતિ કરવાનો રોડ મેપ ઉભો કરવામાં આવશે.

ગ્રાહકોને 100 ટકા શુદ્ધ પ્રોડક્ટ્સ મળી રહેશે

સાગર અને અમૂલ જેવી વૈશ્વિક બ્રાન્ડ હેઠળ ખરીદી અને વેચાણ વ્યવસ્થા ઉભી થતાં ખેડૂતો ને પૂરતાં ભાવ મળશે તથા ગ્રાહકોને 100 ટકા શુદ્ધ પ્રોડક્ટ્સ મળી રહેશે જેના પરિણામ સ્વરૂપ આ કાર્યક્ષેત્ર ને પણ દૂધ અને દૂધની વિવિધ પ્રોડક્ટ્સ ની જેમ નજીકના ભવિષ્યમાં અમૂલ જેવી સફળતા પ્રાપ્ત થશે

(With Input, Manish Mistri, Mehsana) 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati