Monsoon Alert: દિલ્હી-UPમાં ભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ

|

Jul 07, 2022 | 7:45 PM

હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 10 જૂલાઈ સુધી પંજાહ, હરિયાણા અને ચંડીગઢમાં ભારે વરસાદ (Heavy Rain) થવાની શક્યતા છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાન ઉપરાતં પશ્ચિમી યુપીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

Monsoon Alert: દિલ્હી-UPમાં ભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ
Heavy Rain

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી ભારે બફારા સાથે ગરમી પડ્યા બાદ હવે ચોમાસાની (Monsoon) અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં (Very Heavy Rain) ભારે વરસાદ પડી રહ્યો છે. રાજધાની દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. કર્ણાટકના દક્ષિણ કન્ન્ડ જિલ્લામાં ગઈ રાત્રે થયેલ લેન્ડ સ્લાઈડમાં મૃતકોની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 10 જૂલાઈ સુધી પંજાહ, હરિયાણા અને ચંડીગઢમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાન ઉપરાતં પશ્ચિમી યુપીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. તો મહારાષ્ટ્રના કોંકણ અને ઘાટ વિસ્તાર સહિત ગોવામાં પણ ભારે વરસાદ પડી શકે છે. સાથે જ દેશના અન્ય રાજ્યો છત્તીસગઢ, પૂર્વી રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, તટીય કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ અને પુડુચેરીમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે.

આ રાજ્યોમાં આજે પડી શકે છે ભારે વરસાદ

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંડીગઢ ઉપરાંત પશ્ચિમી રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. દિલ્હીમાં આજે સફદરજંગ વેધશાલામાં લઘુતમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. હવામાન વિભાગે જણાવ્યુ કે શનિવારે મધ્યમ વરસાદ પડી શકે છે. જેનાથી તાપમાન ઘટીને 33 ડિગ્રી સુધી રહેવાની આશા છે. જો કે રાજધાનીમાં ચોમાસાએ 30 જૂનથી જ દસ્તક દીધી છે પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઓછો વરસાદ થવાને કારણે તાપમાનનો પારો ઉંચકાયો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દિલ્હીમાં હળવા વરસાદની આગાહી

મૌસમ વિભાગે બુધવારે મધ્યમ વરસાદ પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યુ હતુ અને ગુરુવારે પણ ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યુ હતુ. પૂર્વાનુમાન અનુસાર દિલ્હીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. જેનાથી તાપમાનમાં ઘટાડો આવી શકે છે. મૌસમ વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં 13 જૂલાઈ સુધી આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં પણ અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજધાની દેહરાદૂનમાં આવેલ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, પૌડી, નૈનીતાલ અને અલ્મોડા જિલ્લામાં આંધી સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર્રમાં ભારે વરસાદનું એલર્ટ

આ સાથે મહારાષ્ટ્રમાં આજે પણ ભારે વરસાદનુ એલર્ટ છે. સતત વરસાદને કારણે લોકોનુ જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. મુંબઈ, થાણેમાં આખી રાત પડેલા વરસાદને કારણે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસસ્થાન નજીક પણ સવારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. થાણે નગર નિગમના અવિનાશ સાવંતના જણાવ્યા અનુસાર સ્થાનિક ફાયર બ્રિગેડને રાતભર પડેલા વરસાદ બાદ લુઈસવાડી વિસ્તારમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન નજીક જળ ભરાવની ગુરુવારે સવારે સવા 6 વાગ્યે સૂચના મળી હતી.

હિમાચલ પ્રદેશના કુલ્લુ અને શીમલામાં ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં બુધવારે રાત્રે પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ લોકો ગુમ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ્લુમાં ત્રણ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. તો પાંચ ગુમ થયેલા લોકોના પણ મોત થયા હોવાની આશંકા છે. કુલુમાં મલાના વીજળી પરિયોજનામાં કામ કરી રહેલા 25થી વધુ કર્મચારીઓને એક ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજધાની શીમલાના ઝાકરીમાં ફિરોઝપુર-શિપકી લા રાષ્ટ્રીય રાજમાર્ગ -5 સહિત અન્ય માર્ગો પણ અવરોધાયા છે. અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પૂરવઠો પણ પ્રભાવિત થયો છે. શીમલાના બહારના વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે 14 વર્ષિય કિશોરીનું મોત થયુ છે, તો અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જિલ્લામાં એક જળાશયમાં એક વ્યક્તિનું ડૂબવાથી મોત થયુ છે.

Published On - 7:45 pm, Thu, 7 July 22

Next Article