Monkeypox: દેશમાં મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ દર્દી સાજો થયો, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

|

Jul 30, 2022 | 7:47 PM

મંકીપોક્સથી (Monkeypox) સંક્રમિત પ્રથમ વ્યક્તિ ભારતમાં 13 જુલાઈના રોજ કેરળમાંથી મળી આવ્યો હતો. જેમને 14 જુલાઈના રોજ સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. પરંતુ, આ દરમિયાન, સારા સમાચાર આવ્યા છે કે મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિ હવે સ્વસ્થ થયો છે.

Monkeypox: દેશમાં મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ દર્દી સાજો થયો, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
Monkeypox In India (Symbolic Image)

Follow us on

કોરોનાની વચ્ચે સમગ્ર વિશ્વમાં મંકીપોક્સનો (Monkeypox) કહેર વધી રહ્યો છે. મંકીપોક્સનો ચેપ છેલ્લા કેટલાક દિવસોમાં 75થી વધુ દેશોમાં પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પુષ્ટિ કરી છે કે 20 હજારથી વધુ લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. જેમાં ભારતમાં પણ ચાર લોકો સંક્રમિત હતા. મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિ ભારતમાં 13 જુલાઈના રોજ કેરળમાંથી મળી આવ્યો હતો. જેમને 14 જુલાઈના રોજ સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારથી ભારત સરકાર મંકીપોક્સનો સામનો કરવા માટે એક્શન મોડમાં આવી હતી. પરંતુ, આ દરમિયાન, સારા સમાચાર આવ્યા છે કે મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિ હવે સ્વસ્થ થયો છે. જેમને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે ભારતની પ્રથમ મંકીપોક્સ દર્દીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ શનિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેરળના કોલ્લમ શહેરનો રહેવાસી 35 વર્ષીય દર્દી યુએઈથી પરત ફર્યા બાદ 14 જુલાઈના રોજ મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો હતો. તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યોર્જે કહ્યું કે દર્દીના તમામ સેમ્પલની બે વખત તપાસ કરવામાં આવી હતી. બંને સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ દર્દી શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ હોય છે. ત્વચાના ફોલ્લીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. તેમને આજે રજા આપવામાં આવશે.

પરિવારજનોનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો

માહિતી અનુસાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના નિર્દેશો અનુસાર ભારતના મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ વ્યક્તિની 72 કલાકના અંતરાલમાં બે વખત તપાસ કરવામાં આવી હતી. આ સાથે, દર્દીના પરિવારના સભ્યોની પણ મંકીપોક્સ ચેપ માટે તપાસ કરવામાં આવી હતી. દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. દરમિયાન, કેરળના અન્ય બે મંકીપોક્સ દર્દીઓ પણ નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સંતોષજનક હોવાનું કહેવાય છે. કેરળના આરોગ્ય મંત્રીએ કહ્યું કે નિવારણ અને દેખરેખ માટેના પગલાં ચાલુ રહેશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

WHOએ મંકીપોક્સને મેડિકલ ઈમરજન્સી જાહેર કરી

WHOની નવીનતમ માહિતી અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 75 દેશોમાં મંકીપોક્સના 20,800 થી વધુ પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે. જો કે, આ પહેલા પણ WHOએ મંકીપોક્સના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને તેને મેડિકલ ઈમરજન્સી જાહેર કરી છે. આ રોગના સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સુસ્તી સાથે ચહેરા, હથેળીઓ અથવા પગના તળિયા, મોં, આંખો અથવા ગુપ્તાંગ પર ફોલ્લીઓનો સમાવેશ થાય છે.

Published On - 7:47 pm, Sat, 30 July 22

Next Article