મોહાલી બ્લાસ્ટ અંગે થયો ખુલાસો, કારમાં આવેલા શકમંદોએ ઈન્ટેલિજન્સ ઓફિસ પર RPG સાથે કર્યો હુમલો

|

May 10, 2022 | 9:54 AM

Mohali Blast : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આ મામલાની તપાસ કરવા માટે ઈન્ટેલિજન્સ ઓફિસમાં એક ટીમ મોકલી છે.

મોહાલી બ્લાસ્ટ અંગે થયો ખુલાસો, કારમાં આવેલા શકમંદોએ ઈન્ટેલિજન્સ ઓફિસ પર RPG સાથે કર્યો  હુમલો
mohali blast

Follow us on

પંજાબના (Punjab) મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ યુનિટ(Punjab Mohali Blast)ના મુખ્યાલયના પરિસર પર સોમવારે રાત્રે રોકેટથી ચાલતા ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી ઈમારતના એક માળની બારીનો કાચ તૂટી ગયો હતો. આ હુમલો 80 મીટર દૂરથી કરવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. આ ઘટનામાં ઘણી મહત્વના ઘણા ખુલાસા થયા છે. અહેવાલો અનુસાર, બે શંકાસ્પદ એક કારમાં આવ્યા અને ગુપ્તચર વિભાગની (Intelligence department) ઇમારતથી 80 મીટરના અંતરેથી RPG છોડ્યા. ગુપ્તચર અધિકારીઓ અને તપાસકર્તાઓ હાલમાં સીસીટીવી ફૂટેજને (CCTV Footage) આધારે તપાસ કરી રહ્યા છે.

CCTV ફૂટેજને આધારે તપાસ

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે રોકેટ લોન્ચરને ડ્રોનથી ડિલિવરી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનથી પંજાબમાં શસ્ત્રો અને વિસ્ફોટકોના પરિવહન માટે ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. મોહાલીમાં(Mohali blast)  પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ ઓફિસના ત્રીજા માળે એક નાનો વિસ્ફોટ થયો હતો, જેના કારણે બારીઓના કાચ તૂટી ગયા હતા. જેના કારણે જાનમાલને નુકસાન થયું છે. મોહાલીના પોલીસ અધિક્ષક હરવિંદર સંધુના જણાવ્યા અનુસાર, અહીં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) ફેંકવામાં આવ્યો હતો.

NIAએ તપાસ માટે ટીમ મોકલી

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આ મામલાની તપાસ કરવા માટે ઈન્ટેલિજન્સ ઓફિસમાં એક ટીમ મોકલી છે. એક સત્તાવાર નિવેદનમાં, મોહાલી પોલીસે જણાવ્યું હતું કે, “એસએએસ નગરના સેક્ટર 77માં પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં સવારે લગભગ 7:45 વાગ્યે એક નાનો વિસ્ફોટ થયો હતો. તેનાથી કોઈ નુકસાન થયું નથી. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને હાલ તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમોને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આસપાસના વિસ્તારમાં પોલીસની ઘેરાબંઘી

ઘટના બાદ પંજાબ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. એક પોલીસ (Punjab Police) અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઈન્ટેલિજન્સ બિલ્ડિંગના પરિસરમાં એક નાનો વિસ્ફોટ થયો હતો. તેની તપાસ ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર છે. આ મામલે FIR નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનાને હજુ સુધી આતંકવાદી હુમલો ગણાવવામાં આવ્યો નથી.

Published On - 9:50 am, Tue, 10 May 22

Next Article