મોદી-શાહ-ભાગવત આપણા ભાઈ છે… મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા કહ્યું, મુસ્લિમોને કોની સાથે છે દુશ્મની ?

|

Sep 15, 2024 | 1:36 PM

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલ-ઉર-રહેમાન સજ્જાદ નોમાનીએ, ગઈકાલ શનિવારે ભોપાલની તાજ ઉલ મસ્જિદમાં તકરીર ફરમાવી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, સંઘ પ્રમુખ મોહન ભાગવત, પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપણા ભાઈ છે. મૌલાનાએ કહ્યું કે મુસ્લિમોને શેતાન સાથે દુશ્મની છે.

મોદી-શાહ-ભાગવત આપણા ભાઈ છે… મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા કહ્યું, મુસ્લિમોને કોની સાથે છે દુશ્મની ?

Follow us on

ઈસ્લામના વિદ્વાન અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલ-ઉર-રહેમાન સજ્જાદ નોમાની, ગઈકાલથી બે દિવસ માટે ભોપાલમાં છે. સજ્જાદ નોમાનીએ શનિવારે ભોપાલની તાજ ઉલ મસ્જિદમાં તકરીર ફરમાવી હતી. મૌલાના ખલીલ-ઉર-રહેમાન સજ્જાદ નોમાનીની તકરીરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મૌલાના નોમાનીએ કહ્યું કે, સંઘ પ્રમુખ મોહન ભાગવત, પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપણા ભાઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે, હું આ ડંકાની ચોટ પર કહી રહ્યો છું કે જો તેઓ કંઇક ખોટું કરશે તો આપણે તેમને રોકીશું. અમારી કોઈની સાથે દુશ્મની નથી, અમારી દુશ્મની શેતાન સાથે છે. એ શેતાન સાથે જે મક્કામાં બંધ છે, જેને આપણે પથ્થર મારીએ છીએ. જે આપણને ગેરમાર્ગે દોરે છે તે શેતાન સાથે દુશ્મની છે.

આરએસએસ-ભાજપ ઇસ્લામ માટે અડચણરૂપ નથી

જ્યાં એક તરફ સમગ્ર દેશમાં વકફ બોર્ડને લઈને ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ મૌલાના નોમાનીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. મૌલાનાએ કહ્યું, ઈસ્લામ માટે કઈ પણ અડચણરૂપ નથી, આરએએસ, ભાજપ અને ઈઝરાયેલ પણ ઈસ્લામ માટે કોઈ અડચણરૂપ નથી. જ્યારથી આપણે અલ્લાહ સાથે બેવફા થયા છીએ ત્યારથી સમસ્યાઓ ઊભી થઈ છે. મૌલાનાએ પોતાના વક્તવ્યમાં સૂચન કરતા કહ્યું કે, હક અને સત્યના માર્ગ પર ચાલો, દયાળુ બનો, તમને કોઈની તરફથી કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

મૌલાનાએ મુસ્લિમોને સલાહ આપી

મૌલાના સજ્જાદ નોમાનીએ પોતાના પ્રવચનમાં અલ્લાહના આદેશોને પયગમ્બરની રીતે પૂર્ણ કરવા, દીન-એ-ઈસ્લામનું પાલન કરવા, આપણી નૈતિકતા સુધારવા અને બધા વચ્ચે પ્રેમથી રહેવાની સલાહ આપી હતી. મૌલાના સજ્જાદ નોમાનીએ તેમના વક્તવ્યમાં પયગંબર હઝરત મોહમ્મદના જીવન વિશે જણાવ્યું હતું અને મુસ્લિમ સમુદાયના લોકોને ધર્મના માર્ગે ચાલવાની પણ સલાહ આપી હતી.

ભોપાલની મસ્જિદમાં જ્યાં શનિવારે પુરૂષો માટે તકરીર યોજાઈ હતી ત્યાં લોકોએ એટલી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કે આખી મસ્જિદ લોકોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. આ સાથે જ આજે રવિવારે મહિલાઓ માટે પણ તકરીરનું આયોજન કરવામાં આવશે અને મૌલાના પણ મહિલાઓને સંબોધિત કરતી વખતે વક્તવ્ય આપશે.

Published On - 1:35 pm, Sun, 15 September 24

Next Article