લોકસભા ચૂંટણી પૂર્વે એકત્રિત થઈ રહેલ વિપક્ષી એકતા પર મોદી વાર, “વિપક્ષી એકતા પર દયા કરો, ગુસ્સો નહી, એ એમની મજબૂરી”-પીએમ
Bhopal: આગામી સમયમાં આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે મેરા બુથ સબસે મજબુત અભિયાનની શરૂઆત કરી દીધી છે. આ અભિયાનની શરૂઆત ખુદ પીએમ મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલથી કરી. આ દરમિયાન તેમણે ભાજપના કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો.
5 રાજ્યોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી અને મિશન 2024 ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશભરના ભારતીય જનતા પાર્ટીના 10 લાખ બુથ સ્તરના કાર્યકરોને સંબોધિત કર્યા. ભોપાલથી સમગ્ર દેશના કાર્યકરોને સંબોધિત કરતા વડાપ્રધાન ઇલેક્શન મોડમાં જોવા મળ્યા. તેમણે વિપક્ષી એકતા અંગે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ મજબૂરીમાં ભેગા થયા છે. તેમના પર ગુસ્સો નહીં દયા ખાવી જોઈએ.
વિપક્ષી એકતા પર દયા કરો, ગુસ્સો નહીં- PM
કાર્યકર્તાઓ સાથેના સંવાદમાં એક કાર્યકરે વિપક્ષી એકતાને લઈ વડાપ્રધાનને પ્રશ્ન કર્યો હતો. જેનો જવાબ આપતા વડાપ્રધાને કાર્યકરને કહ્યું કે તમને બહુ ગુસ્સો આવી રહ્યો છે. પરંતુ તમારે ગુસ્સો નહીં વિપક્ષી એકતા પર દયા ખાવી જોઈએ કારણ કે તેઓ મજબૂરીમાં ભેગા થયા છે. 2024 પૂર્વે સત્તાધારી પાર્ટી ભાજપ સામે વિપક્ષી પાર્ટીઓ એકત્રિત થઈ રહી છે. થોડા દિવસ પહેલાં પટનામાં વિપક્ષી પાર્ટીઓના વડાઓએ બેઠક કરી હતી. જે અંગે આજે પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરતા કહ્યું કે આ લોકો 2014 અને 2019 માં પણ આવી જ રીતે ભેગા થયા હતા.
વિપક્ષી એકતા એમની મજબૂરી- PM
જે લોકો પહેલા એકબીજાને દુશ્મન કહેતા હતા એ આજે શાશ્વત પ્રણામ કરી રહ્યા છે. આ વિપક્ષી દળોની મજબૂરી છે. જે એમની ગભરામણ સ્પષ્ટ છે કે 2024 માં પણ ભાજપ જ આવશે. 2024 માં ફરી એકવાર ભાજપની પ્રચંડ વિજય નક્કી છે એટલે વિપક્ષી દળો જનતાને દ્વિધામાં નાખવા પ્રયત્ન કરી રહ્યા છે.
કાનૂની ડંડાની ગેરંટી: PM
વિપક્ષી પાર્ટીઓ તેમની રાજનીતિમાં ગેરંટી વધુ આપતી હોવા મળી રહી છે. ચાહે ગેરંટી કાર્ડની વાત હોય કે સત્તામાં આવવા માટે આપવામાં આવેલ વચન અંગેની ગેરંટી હોય. વડાપ્રધાને પોતાની વાતમાં આ ‘ગેરંટી’ શબ્દનો ઉપયોગ કરતા જણાવ્યું કે આજકાલ આપણને ‘ગેરંટી’ શબ્દ ખૂબ સંભળાઈ રહ્યો છે. ખરા અર્થમાં તો એ વિપક્ષી પાર્ટીઓ કરોડોના કૌભાંડ અને ભ્રષ્ટચારની ગેરંટી છે. વિપક્ષી એકતાનો જે ફોટો દેખાઈ રહ્યો છે એમાં સામેલ લોકોએ 20 લાખ કરોડના ગોટાળા કર્યા છે એ એટલે એ ગોટાળાની ગેરંટી છે. માત્ર કોંગ્રેસનો ગોટાળો જ કરોડોનો છે. કોલગેટ, મનરેગા, કોમનવેલ્થ, સબમરીન ગોટાળો, કોઈ એવું ક્ષેત્ર નથી કે જેમાં કોંગ્રેસે ગોટાળો ના કર્યો હોય. લોકો સમજી ચુક્યા છે અને ગોટાળાની ગેરંટીને લોકો સ્વીકાર નહીં કરે. PMએ કહ્યું કે એ લોકોની ગોટાળાની ગેરંટી છે તો તેમની સામે કાર્યવાહીની મારી ગેરંટી છે. જેમને દેશને લૂંટયો છે એમનો હિસાબ થઈ ને જ રહેશે. અત્યારે જ્યારે કાનૂનનો દંડો ચાલે છે એટલે બચવા માટે ભેગા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : સ્ટેટ GST વિભાગના કોસ્મેટિક વિક્રેતાઓને ત્યાં દરોડા, અમદાવાદ, સુરત, વડોદરામાં 40 જગ્યા પર તપાસ
દીકરા-દીકરીનું ભલું કરવું હોય તો ભાજપને મત આપો: PM
કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે જો તમે ગાંધી પરિવારના દીકરા-દીકરીનું ભલું કરવા માંગતા હોય તો કોંગ્રેસને મત આપો. લાલુજીના દીકરાનું ભલું કરવા માગતા હો તો RJDને મત આપો. એવી જ રીતે અન્ય પરિવારવાદવાળી પાર્ટીના સભ્યોના નામ ગણાવી કહ્યું કે એમના દીકરીઓ કે પરિવારનું ભલું કરવા માંગતા હોવ તો એમને મત આપજો પરંતુ જો તમે તમારા દીકરા-દીકરી કે પરિવારજનોનું ભલું કરવા માંગતા હોવ તો તમારો મત ભાજપને આપજો.