AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી કા પરિવાર.. ચૂંટણી પહેલા ભાજપનું સોશિયલ મીડિયામાં નવું અભિયાન, શાહ-નડ્ડા સહિત અનેક નેતાઓએ તેમના પ્રોફાઈમાં કર્યો ફેરફાર

RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિવાર ન હોવા પર ટિપ્પણી કરી, જેના કારણે રાજકીય તાપમાન વધી ગયું. ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો પ્રહાર કર્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આનો જવાબ આપ્યો.

મોદી કા પરિવાર.. ચૂંટણી પહેલા ભાજપનું સોશિયલ મીડિયામાં નવું અભિયાન, શાહ-નડ્ડા સહિત અનેક નેતાઓએ તેમના પ્રોફાઈમાં કર્યો ફેરફાર
Modi Ka Parivar
| Updated on: Mar 04, 2024 | 2:52 PM
Share

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનુ નવુ અભિયાન શરુ થયુ છે. આને પરિવારવાદ પર લાલુ પ્રસાદ યાદવની ટિપ્પણીનો પલટવાર પણ કહી શકાય. RJDના વડા લાલુ યાદવના ‘પારિવારવાદ’ની મજાક બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને અન્ય પક્ષના નેતાઓએ PM નરેન્દ્ર મોદી સાથે એકજૂથ થઈને તેમના સોશિયલ મીડિયા હેન્ડલમાં ફેરફાર કર્યો. આ તમામ નેતાઓએ X પર પોતાના નામની આગળ ‘મોદી કા પરિવાર’ લખ્યું છે.

‘મોદી કા પરિવાર’ થયુ ટ્રેન્ડ

વાસ્તવમાં, બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રવિવારે આયોજિત ‘જન વિશ્વાસ મહારેલી’ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે પરિવારની રાજનીતિ પરની તેમની તાજેતરની ટિપ્પણીઓને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. જે બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો પ્રહાર કર્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આનો જવાબ આપ્યો. પીએમ મોદીના જવાબ બાદ ભાજપે આ અંગે એક નવું અભિયાન શરૂ કર્યું છે, પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓએ પોતાના નામની આગળ મોદી પરિવાર લખ્યુ છે.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, સુધાંશુ ત્રિવેદી સહિત ઘણા મોટા નેતાઓએ X (Twitter) પર પોતાનો બાયો બદલ્યો છે. તમામ નેતાઓએ પોતાના બાયોમાં ‘મોદીનો પરિવાર’ લખ્યું છે. તે જ સમયે, પીએમ પર અભદ્ર ટિપ્પણીના મામલામાં પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ FIR BJYMના રાજ્ય પ્રવક્તા કૃષ્ણ સિંહ કલ્લુએ નોંધાવી છે.

લાલુ યાદવને પીએમ મોદીનો જવાબ

તેલંગાણામાં એક મીટિંગ દરમિયાન તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું, ‘ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા I.N.D.I.A ગઠબંધનના નેતાઓ નર્વસ થઈ રહ્યા છે. હવે તેણે 2024ની ચૂંટણી માટે પોતાનો વાસ્તવિક ઢંઢેરો જાહેર કર્યો છે. જ્યારે હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું ત્યારે આ લોકો હવે કહેવા લાગ્યા છે કે મોદીનો કોઈ પરિવાર નથી. આવતીકાલે તેઓ એમ પણ કહી શકે છે કે તમને ક્યારેય જેલની સજા થઈ નથી, તેથી તમે રાજકારણમાં પણ પ્રવેશી શકતા નથી.

મેં એક સ્વપ્ન સાથે બાળપણમાં ઘર છોડ્યું

પીએમે કહ્યું, ‘તેઓ કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી. મેં એક સ્વપ્ન સાથે બાળપણમાં ઘર છોડ્યું. સપનું હતું, દેશવાસીઓ માટે જીવીશ. મારી દરેક ક્ષણ ફક્ત તમારા માટે જ રહેશે. મારું કોઈ અંગત સ્વપ્ન નહિ હોય. તમારું સ્વપ્ન, આ મારો સંકલ્પ હશે. તમારા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે હું મારું જીવન વિતાવીશ. દેશના કરોડો લોકો મને પોતાનો માને છે. મને તેના પરિવારના સભ્યની જેમ પ્રેમ કરે છે.

પીએમે આગળ કહ્યું, ‘140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. આ યુવાનો મારો પરિવાર છે. દેશની કરોડો દીકરીઓ, માતાઓ અને બહેનો મારો પરિવાર છે. દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. જેનું કોઈ નથી તે પણ મોદીના છે અને મોદી પણ તેમના છે. મારુ ભારત મારો પરિવાર છે. આ લાગણીના વિસ્તરણ સાથે, હું તમારા માટે જીવું છું, તમારા માટે લડી રહ્યો છું અને તમારા માટે લડતો રહીશ. આજે દેશ કહે છે કે હું મોદીનો પરિવાર છું, દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું.

g clip-path="url(#clip0_868_265)">