મોદી સરકાર ACTIONમાં : દેશદ્રોહીઓ અને આતંકીઓની શરુ કરાઈ ઘેરાબંધી, PARAMILITARY FORCESની 100 કંપનીઓ ખીણમાં મોકલાઈ, યાસીન મલિકની પણ ધરપકડ

|

Feb 23, 2019 | 2:59 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારત એક્શનમાં છે. એક તરફ અલગતાવાદી નેતા યાસીન મલિકની શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી, તો બીજી બાજુ કાશ્મીરની ઘેરાબંધી શરુ કરાઈ છે. TV9 Gujarati   Web Stories View more 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, […]

મોદી સરકાર ACTIONમાં : દેશદ્રોહીઓ અને આતંકીઓની શરુ કરાઈ ઘેરાબંધી, PARAMILITARY FORCESની 100 કંપનીઓ ખીણમાં મોકલાઈ, યાસીન મલિકની પણ ધરપકડ

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ ભારત એક્શનમાં છે. એક તરફ અલગતાવાદી નેતા યાસીન મલિકની શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી, તો બીજી બાજુ કાશ્મીરની ઘેરાબંધી શરુ કરાઈ છે.

TV9 Gujarati

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

મળતી માહિતી મુજબ કાશ્મીર ખીણમાં પોલીસ અને અર્ધ સૈનિક દળોને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અર્ધ સૈનિક દળોની 100 કંપનીઓને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી છે. આ સાથે જ અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે બે દિવસ બાદ સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણીની ધારા 35-A ને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા તકેદારીના પગલા હેઠળ યાસીન મલિકની શુક્રવારે રાત્રે શ્રીનગરના માઈમુસા સ્થિત તેના ઘરેથી સલામતી દળોએ તેની ધરપકડ કરી છે. તેને પૂછપરછ માટે કોઠીબાગ પોલીસ સ્ટેશને લઈ જવાયો છે.

નોંધનીય છે કે કલમ 35-એ મુજબ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યની બહારની વ્યક્તિને આ રાજ્યમાં અચલ સંપત્તિ ખરીદવા પર પ્રતિબંધ છે અને આ જ જોગવાઈને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

દરમિયાન ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે અર્ધ સૈનિક દળોની 100 કંપનીઓને કાશ્મીર ખીણ મોકલવામાં આવી છે. તેમાં CRPFની 35, BSFની 35, SSBની 10 અને ITBPની 10 કંપનીઓ સામેલ છે.

ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીરના ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ડીજીપીને મોકલાયેલા ફૅક્સ સંદેશમાં કહેવાયું છે કે ખીણમાં તાત્કાલિક અસરથી આ તળોની તહેનાતી કરવાની છે. 22 તારીખે મોકલાયેલા ફૅક્સમાં સીઆરપીએફને આ દળોની તત્કાલ રવાનગી કરવા કહેવાયું છે. આટલા મોટા પાયે સલામતી દળોની તહેનાતી કેમ કરવામાં આવી રહી છે, તેનો ખુલાસો નથી કરાયો, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ભારત હવે પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ અંતિમ લડાઈ લડવાની તૈયારી કરી રહ્યું છે અને તેના હેઠળ જ એક પછી એક દૃઢ પગલા ભરી રહ્યું છે.

[yop_poll id=1711]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article