Modi Govt @8: મોદી રાજમાં દેશથી લઇને વિદેશ સુધી મંદિરોની ચર્ચા ઝાકમઝોળ

|

May 25, 2022 | 8:07 PM

વડાપ્રધાને (Prime Minister) મંદિર પુનઃનિર્માણ અને સમગ્ર દેશમાં આપણા પ્રસિદ્ધ યાત્રાધામો અને પવિત્ર સ્થળોના જીર્ણોદ્ધાર માટે ઝુંબેશ શરૂકરી છે. તેઓ પવિત્ર હિંદુ તીર્થસ્થળો પર ચાલી રહેલા મંદિર (Temple) પુનઃનિર્માણના તમામ પ્રયાસોની અધ્યક્ષતા કરે છે.

Modi Govt @8: મોદી રાજમાં દેશથી લઇને વિદેશ સુધી મંદિરોની ચર્ચા ઝાકમઝોળ
MODI GOVT 8 YEARS: મોદી સરકારમાં મંદિરોના માનપાન વધ્યા

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) માને છે કે ભારતની આધ્યાત્મિક (Spirituality) જાગૃતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે તેના ધાર્મિક અને દૈવી સ્થાનો તેમની જૂની ભવ્યતામાં પુનઃસ્થાપિત થાય. જેથી તેમના તમામ પ્રયાસો આપણા સ્થાપિત ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્રોના ગૌરવને પુનઃસ્થાપિત કરવા પર કેન્દ્રિત છે. વડાપ્રધાને મંદિર પુનઃનિર્માણ અને સમગ્ર દેશમાં આપણા પ્રસિદ્ધ યાત્રાધામો અને પવિત્ર સ્થળોના જીર્ણોદ્ધાર માટે ઝુંબેશ શરૂકરી છે. તેઓ પવિત્ર હિંદુ તીર્થસ્થળો પર ચાલી રહેલા મંદિર (Temple) પુનઃનિર્માણના તમામ પ્રયાસોની અધ્યક્ષતા કરે છે. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આધુનિક ભારતીય રાષ્ટ્રને તેના આધ્યાત્મિક પાયાની નજીક લાવવામાં આવી રહ્યું છે. ભારત તેમને મંદિર નિર્માતા અને હિંદુ આસ્થાના રાજદૂત તરીકે જોઈ રહ્યું છે. ત્યારે અમે તમને જણાવીશુ કે વડાપ્રધાન બન્યાના 8 વર્ષમાં તેમણે આપણી ભારતીય સંસ્કૃતિના દેશ-વિદેશમાં વિકાસ માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.

કાશી વિશ્વનાથ મંદિર

kashi vishwanath temple

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેમણે કાશીના બેઝિક ઈન્ફ્રા પર કામ કરવાનું શરૂ કર્યું. 8 માર્ચ 2019 ના રોજ, પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિર સંકુલના પુનઃવિકાસ અને પુનઃજીવિત કરવા માટેનો તેમનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જે પછી 13 ડિસેમ્બર 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.

રામ મંદિરનો શિલાન્યાસ કર્યો

9 નવેમ્બર, 2019 ના રોજ, સાત દાયકાથી વધુના લાંબા અંતરાલ પછી, સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ કેસમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો. ચુકાદા બાદ નરેન્દ્ર મોદી સરકાર રામ મંદિર બનાવવા માટે આગળ આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઓગસ્ટ 2020માં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કેદારનાથ ધામ

kedarnath dham

મોદી સરકારે કેદારનાથ ધામનો પુનઃવિકાસ કર્યો, જેણે 2013ના પૂરમાં વ્યાપક વિનાશ જોયો હતો. સમગ્ર મંદિર પરિસરને માત્ર પુનઃનિર્માણ જ નહીં પરંતુ સંપૂર્ણ કાયાપલટ કરવામાં આવી છે. મંદિરને તેની સંપૂર્ણ ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવા માટે નવી જગ્યાઓ પણ ઉમેરવામાં આવી છે. તાજેતરમાં કેદારનાથ મંદિર સંકુલનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે કેદારનાથનો પુનર્વિકાસ તેમને વ્યક્તિગત રીતે કેવી રીતે પ્રિય હતો. 2013માં અને પછી 2017માં તેમના ભાષણમાં તેમણે કેદારનાથના પુનઃવિકાસની વાત કરી હતી.

સોમનાથ મંદિર સંકુલ

Somnath Temple

ગુજરાતના સીએમ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, નરેન્દ્ર મોદીએ મંદિર સંકુલના બ્યુટિફિકેશનને ઉત્તેજન આપવા માટે ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. 21 જાન્યુઆરી 2022ના રોજ પીએમ મોદીએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. સોમનાથ મંદિર પરિસરમાં એક પ્રદર્શન કેન્દ્ર, બીચ રિસોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીની આગેવાની હેઠળનું શ્રી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિરની ભવ્યતા જાળવવા અને સુધારવા માટે સતત કાર્ય કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોવા ઉપરાંત સોમનાથ મંદિરનું જે ટ્રસ્ટ છે તેના પ્રમુખ છે. ગૃહમંત્રી અમિત શાહ પણ સોમનાથ ટ્રસ્ટના એક ટ્રસ્ટી છે.

શ્રીનગરમાં રઘુનાથ મંદિરનો જીર્ણોદ્ધાર

કલમ 370 નાબૂદ કરવા સાથે, સરકાર શ્રીનગર, કાશ્મીરમાં ઘણા ધાર્મિક સ્થળોને પુનઃસ્થાપિત કરવા માટે આગળ વધી છે. કાશ્મીરમાં કુલ 1,842 મંદિરો, તીર્થસ્થાનો અને ગુફાઓ છે. 952 મંદિરોમાંથી 212 ચાલી રહ્યા છે અને 740 ખંડેર હાલતમાં છે. શ્રીનગરમાં ઝેલમ નદીના કિનારે આવેલ રઘુનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. દૂરંદેશી સાથે નરેન્દ્ર મોદી આધુનિક ભારતમાં આધ્યાત્મિકતાનો પાયો નાખે છે.

ચારધામ નેટવર્કને મંજુરી

મોદી સરકારે યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના મંદિરોને જોડતા આધુનિક અને વ્યાપક ચાર ધામ રોડ નેટવર્કને મંજૂરી આપી છે. ચાર ધામ રોડ આ ચાર પવિત્ર સ્થળોની મુલાકાત લેતા તીર્થયાત્રીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. રોડ નેટવર્કની સમાંતર રેલવે લાઇનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. મોદી સરકાર પવિત્ર શહેર ઋષિકેશને કર્ણ પ્રયાગ સાથે જોડવાનું કામ કરી રહી છે.

વિદેશમાં પણ મંદિરોનો વિકાસ :-

બહેરીનના મનામામાં મંદિરનો વિકાસ

PMના મંદિર નિર્માણના પ્રયાસો માત્ર ભારત પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેમણે વિદેશમાં પણ મંદિરોના વિકાસ અને પુનઃવિકાસમાં મદદ કરી છે. 2019 માં, તેણે બહેરીનના મનામામાં 200 વર્ષ જૂના ભગવાન શ્રી કૃષ્ણ શ્રીનાથજી (શ્રી કૃષ્ણ) મંદિરના $4.2 મિલિયનનો પુનર્વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ મંદિર 45 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટ હેઠળ ત્રણ માળની ઇમારત સાથે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે.

અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિર

આ ઉપરાંત, વડાપ્રધાને 2018માં અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર 55000 ચોરસ મીટર જમીન પર બનશે. આ મંદિર 888 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર આ મંદિરમાં ભગવાન કૃષ્ણ, ભગવાન શંકર, ભગવાન અયપ્પા સહિત અનેક ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. આ સાથે આ મંદિર સંકુલમાં એક સુંદર બગીચો અને મન મોહી લે તેવું વોટર ફ્રન્ટ હશે. મંદિર સંકુલમાં પ્રવાસન કેન્દ્ર, પ્રાર્થના સભાઓ માટેના સ્થળો, પ્રદર્શનો અને બાળકોના રમતના વિસ્તારો, બગીચાઓ, વોટર ફ્રન્ટ, ફૂડ કોર્ટ, પુસ્તક અને ભેટની દુકાનો સંબંધિત થીમ સાથે હશે.

Published On - 4:37 pm, Wed, 25 May 22

Next Article