કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયને અનેક સંગઠનો અને કેન્દ્રીય કર્મચારીઓએ આવકાર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ યુનિફાઇડ પેન્શન સ્કીમને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, તે પહેલા જેવું જ હોવું જોઈએ. નિવૃત્ત કર્મચારીઓને તેમના પગારના આધારે પેન્શન મળવું જોઈએ. સરકારે 50 ટકા નહીં પરંતુ 100 ટકા પેન્શન આપવું જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા અને પ્રોફેશનલ્સ કોંગ્રેસ અને ડેટા એનાલિટિક્સના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તીએ વખાણ કરતા કહ્યું કે, સરકારનું આ પગલું આવકારદાયક અને સમજદારીભર્યું છે.
શશિ થરૂર પછી ઓલ ઈન્ડિયા બિઝનેસ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર પ્રવીણ ચક્રવર્તીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, દેશમાં સરકારી કર્મચારીઓ માટે પેન્શન મૂળભૂત રીતે બહુમતી ગરીબો પર એક ટેક્સ છે. જેની ચૂકવણી ઉચ્ચવર્ગના લઘુમતીઓએ કરવી પડતી હોય છે. તેથી, 2013 માં, OPS ને NPS માં સુધારો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ NPS એ નિવૃત્ત પરિવારો માટે લઘુત્તમ રકમની ખાતરી આપી ન હતી.
પ્રવીણ ચક્રવર્તીએ યુપીએસને સમજાવતા, લખ્યું કે હવે આ યોજનામાં એનએસપી અને લઘુત્તમ ગેરંટી બંને આપવામાં આવી રહી છે. તેથી સરકારનું આ પગલું સમજદારીભર્યું અને આવકારદાયક છે. એક તરફ કોંગ્રેસના અનેક નેતાઓ સરકારની આ નવી પેન્શન યોજના પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે પ્રવીણ ચક્રવર્તીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. પ્રવીણ ચક્રવર્તીને રાહુલ ગાંધીના નજીકના નેતા માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પ્રવીણ ચક્રવર્તીએ ડેટા એનાલિટિક્સ વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કર્યા છે.
Out of 6.5 crore (65 mn) people in Gujarat, about 3 lakh (300k) are in govt service.
The old pension scheme will cost roughly 15% of tax revenues.
Why should the top 0.5% of people get 15% of all taxpayers’ money as post-retirement pension?@APanagariya is right to question
— Praveen Chakravarty (@pravchak) November 15, 2022
પ્રવીણ ચક્રવર્તીએ 2024ની લોકસભા ચૂંટણીમાં, કોંગ્રેસના પ્રદર્શનમાં મોટી ભૂમિકા ભજવી છે. કોંગ્રેસ પાર્ટીને આધુનિક બનાવવા માટે તેમને પાર્ટીમાં લાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે કોંગ્રેસના શક્તિ પ્રોજેક્ટ પાછળ તેમનું દિમાગ કામ કરે છે. તો બીજી તરફ પ્રવીણ ચક્રવર્તીએ ન્યાય યોજનાનો ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો હતો જે કોંગ્રેસ માટે લાઇફલાઇન તરીકે કામ કરે છે. રાજકારણમાં જોડાતા પહેલા, તેઓ એક થિંક ટેન્કમાં રોકાણ બેંકર અને રોકાણકાર હતા.