મોદી સરકારની રેલવે કર્મચારીઓને ભેટ, 11.27 લાખ કર્મચારીને મળશે દિવાળી બોનસ

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે 11 લાખ 27 હજાર કર્મચારીઓને 1 લાખ 8 હજાર 32 કરોડ રૂપિયાનું 78 દિવસનું પરફોર્મન્સ લિંક બોનસ આપવામાં આવશે જે દિવાળી બોનસ છે. આ સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી છે.

મોદી સરકારની રેલવે કર્મચારીઓને ભેટ, 11.27 લાખ કર્મચારીને મળશે દિવાળી બોનસ
da hike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 4:32 PM

દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને કેન્દ્રની મોદી સરકારે મોટી ભેટ આપી છે. દિવાળીની ભેટ તરીકે કર્મચારીઓને 78 દિવસનું બોનસ (Diwali Bonus) મળશે. કર્મચારીઓને બોનસ સ્વરૂપે 78 દિવસનો પગાર મળશે. હાલમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 % વધારાની જાહેરાત કરી હતી . આ સાથે સરકારી પેન્શનરો માટે 4 % મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દિવાળી બોનસનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય માહીતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 11 લાખ 27 હજાર કર્મચારીઓને 1 લાખ 8 હજાર 32 કરોડ રૂપિયાનું 78 દિવસનું પરફોર્મન્સ લિંક બોનસ આપવામાં આવશે જે દિવાળી બોનસ છે. આ સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી છે.

કેબિનેટના મહત્વના નિર્ણયો

અનુરાગ ઠાકુરે કહ્યું કે લોકો પર આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘવારીની નવી અસર પડે તે માટે 22 હજાર કરોડની ગ્રાન્ટ ભારતીય ગેસ કંપનીઓને આપવામાં આવી છે. ગુજરાતના દીનદયાલ પોર્ટમાં પીપીપી મોડલ પર કન્ટેનર ટર્મિનલ બનાવવા અને મલ્ટી પર્પઝ કારગો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મલ્ટી પર્પઝ કોપરેટિવ સોસાઈટીના રજિસ્ટ્રેશન માટે સરળ અને ટ્રાન્સપેરેંટ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

પીએમ ડિવાઈન યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત 6600 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે સેન્ટર સ્પોન્સર્ડ સ્કીમ છે. લોકો પર આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘવારીની અસર ન પડે તે માટે 22 હજાર કરોડની ગ્રાન્ટ આપવામાં ભારતીય ગેસ કંપનીઓને આપવામાં આવી છે. ગુજરાત દીનદયાલ પોર્ટમાં પીપીપી મોડલ પર કન્ટેનર ટર્મિનલ બનાવવાનો અને મલ્ટી પર્પઝ કારગો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડીએ અને ડીઆરની કરવામાં આવી જાહેરાત

હાલમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 4% ડીએ વધારવાની જાહેરાત કરી હતી. આ પહેલા ડીએ 34% હતો જે વધારીને 38% કરવામાં આવ્યો છે. દશેરા પહેલા સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. કર્મચારીઓને જુલાઈથી વધારાના ડીએનો લાભ મળશે. એ જ રીતે પેન્શનરો માટે ડીઆરમાં 4 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">