ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 1.5% છૂટ, મોદી સરકારે આપી મોટી રાહત

|

Aug 17, 2022 | 5:47 PM

બેઠકમાં રૂપિયા 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5%ની છૂટને મંજૂરી આપવામાં આવી છે. સરકારે (Modi Government) કહ્યું કે આ યોજના હેઠળ વર્ષ 2022-23 થી 2024-25 વચ્ચે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 1.5% છૂટ, મોદી સરકારે આપી મોટી રાહત
Anurag-Thakur

Follow us on

કેબિનેટની બેઠકમાં મોદી સરકારે (Modi Government) ખેડૂતોને મોટી રાહત આપી છે. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે સરકાર ખેડૂતોના સશક્ત બનાવવા માટે સતત કામ કરી રહી છે. બેઠકમાં રૂપિયા 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5%ના છૂટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ વર્ષ 2022-23 થી 2024-25 વચ્ચે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પૂરતું ધિરાણ મળી શકશે. સરકારે ખેડૂતોને લોનમાં છૂટ આપવાની સાથે ક્રેડિટ લાઈન ગેરંટી યોજના ફંડમાં પણ વધારો કરવાની મંજૂરી આપી છે. સરકારના આ પગલાથી કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પહેલા જ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે સરકાર કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન આપી રહી છે. તેનાથી ગામડાઓમાં શિક્ષિત યુવાનો માટે રોજગારીની તકો ઉભી થશે.

તોમરે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદમાં (આઈસીએઆર) પ્રવચનોની શ્રેણીના સમાપન કાર્યક્રમમાં કહ્યું હતું કે આનાથી માત્ર રોજગારીની તકો જ નહીં પરંતુ ખેડૂતોને ફાયદો થશે અને સ્થાયી સમાધાન શોધીને ખેડૂતોને સમૃદ્ધ બનાવશે અને કૃષિને આધુનિક બનાવી શકશે. તોમરે કહ્યું કે કૃષિ ક્ષેત્રને સંપૂર્ણ સમર્શન આપવા માટે કેન્દ્રએ ઘણી યોજનાઓ શરૂ કરી છે અને રાજ્ય સરકારોના સહયોગથી આ કામ આગળ વધી રહ્યું છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

અમૃતકાળ સુધી ભારતીય કૃષિ દુનિયામાં સૌથી આગળ રહેશેઃ તોમર

તેમને આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આઝાદીના અમૃતકાળ સુધી ભારતીય કૃષિ દુનિયામાં સૌથી આગળ રહેશે. તેમને કહ્યું કે સરકાર કૃષિ ક્ષેત્રમાં ટેક્નોલોજી એપને વધારવા પર કામ કરી રહી છે. સાથે જ દરેક ગામમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આનાથી કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકો ઉભી થશે અને શિક્ષિત યુવાનોને ગામડાઓ તરફ આકર્ષિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કૃષિ ક્ષેત્રને સરકાર તરફથી સંપૂર્ણ સહકાર અને સમર્થન મળે. તેથી અનેક યોજનાઓ પણ બનાવવામાં આવી છે, જેના પર રાજ્ય સરકારો સાથે મળીને કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પણ કૃષિ ક્ષેત્રને મહત્વ આપ્યું છે, જે આ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનો તેમનો ઈરાદો દર્શાવે છે.

Next Article