અરવલ્લી : સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં થયા મોટા ખૂલાસા, જુઓ VIDEO

|

Mar 12, 2020 | 12:19 PM

સાયરાની યુવતી પર રેપ વિથ મર્ડરની થિયરીને SITએ ખોટી ગણાવી અને કહ્યું કે આરોપી બિમલ ભરવાડે દુષ્પ્રેરણા આપતા આપઘાત કર્યો હતો. અરવલ્લી જિલ્લાના સાયરા( અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસે દેશભરમાં ચર્ચા જગાવી હતી. આ કેસની તપાસ કરી રહેલી CID ક્રાઈમના SITના વડા ગૌતમ પરમારે આજે FSL અને પોસ્ટમોર્ટમના આધારે થયેલી […]

અરવલ્લી : સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં થયા મોટા ખૂલાસા, જુઓ VIDEO

Follow us on

સાયરાની યુવતી પર રેપ વિથ મર્ડરની થિયરીને SITએ ખોટી ગણાવી અને કહ્યું કે આરોપી બિમલ ભરવાડે દુષ્પ્રેરણા આપતા આપઘાત કર્યો હતો. અરવલ્લી જિલ્લાના સાયરા( અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસે દેશભરમાં ચર્ચા જગાવી હતી. આ કેસની તપાસ કરી રહેલી CID ક્રાઈમના SITના વડા ગૌતમ પરમારે આજે FSL અને પોસ્ટમોર્ટમના આધારે થયેલી તપાસ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે FSL, પીએમ રિપોર્ટ, પુરાવા અને સાક્ષીઓના નિવેદન લેવામા આવ્યા છે. નિવેદનો, ફોન રેકોર્ડિંગ અને પુરાવા આધારે પીડિતા સાથે કોઈ દુષ્કર્મ થયું નથી.  પીડિતાએ આત્મહત્યા કરી છે. કેસમાં બિમલને બાદ કરતા અન્ય આરોપીનો કોઈ રોલ નથી. પીડિતા ગુમ કેવી રીતે થઈ તેની તમામ બાબતો હજુ તપાસ કરવામાં આવશે. બિમલ ભરવાડ એ જ સતીશ ભરવાડ છે.

આ પણ વાંચો :   મોડાસા: યુવતીની સાથે દુષ્કર્મ-હત્યાનો કેસ, 15 દિવસમાં 214 વખત ફોન પર વાત થઈ હોવાનો ખૂલાસો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુખ્ય આરોપી બિમલ ભરવાડ પીડિતાને ઘરે અને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. 14-15 ડિસેમ્બરના રોજ પીડિતા આરોપી દર્શન ભરવાડના સંપર્કમાં આવી હતી. ત્યાર પછી બિમલ ભરવાડ અને પીડિતાની બહેન વચ્ચે સંપર્ક થયો હતો. જ્યાં પીડિતા સાથે બિમલે મિત્રતા કરી અને પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બિમલ પીડિતાને ઘરે અને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. આ દરમિયાન પીડિતાએ બિમલ સાથે રહેવા માટે દબાણ કર્યું હતું. બિમલ પરિણીત હતો. પરંતુ બિમલ તૈયાર ન થતાં પીડિતાએ બિમલને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.પીડીતાએ આત્મહત્યા કરી હોવાનું CIDની તપાસમાં બહાર આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

SITની તપાસમાં ખુલાસો થયો છે કે, પીડિતાનું અપહરણ પણ કરવામાં આવ્યું નથી. ઝાડ પર તપાસ કરતા આરામથી ગળાફાંસો થાય તેવી પરિસ્થિતિ છે. ઝાડની વડવાઈ પર ઘસતા શરીર પર ઇજા થઈ હતી. સાયન્ટિફિક રીતે કોઈ અપહરણ કે દુષ્કર્મ થયું નથી. કલમ 306નો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી છે. અન્ય આરોપીનો કોઈ રોલ નથી. નાસતો ફરતો આરોપી સતીશ ભરવાડ કોઈ નથી બિમલ જ છે.પીડિતા ગુમ થઈ તેની તમામ બાબતો હજી તપાસ કરવામાં આવશે. નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની મંજૂરી મળી ગઈ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article