MMS કાંડ : શિમલા વાળો છોકરો બ્લેકમેલર છે, મારી પત્નિને ફોન કરી રહ્યો છે

|

Sep 19, 2022 | 12:20 PM

જ્યારે વિદ્યાર્થીઓએ Truecaller એપ પર આરોપી યુવકનો નંબર મૂક્યો ત્યારે તે સ્કેમર(Scammer) હોવાનું નોંધાયું છે. ઘણા લોકોએ તેને સ્પામ રાખ્યો છે અને ઘણા લોકોએ તેના કોલર આઈડીને બ્લેકમેલ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

MMS કાંડ : શિમલા વાળો છોકરો બ્લેકમેલર છે, મારી પત્નિને ફોન કરી રહ્યો છે
Police stationed outside Chandigarh University

Follow us on

પંજાબ(Punjab)ના મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટી(Chandigarh University)માં 60થી વધુ યુવતીઓના વીડિયો(Viral Video) ઈન્ટરનેટ પર પોસ્ટ કરવાના મામલામાં આરોપી વિદ્યાર્થીએ જે યુવકનું નામ જણાવ્યુ હતું તેના વિશે મોટો ખુલાસો થયો છે. જ્યારે વિદ્યાર્થીઓએ True caller એપ પર આરોપી યુવકનો નંબર મૂક્યો ત્યારે તે સ્કેમર (Scammer)હોવાનું નોંધાયું છે. ઘણા લોકોએ તેને સ્પામ રાખ્યો છે અને ઘણા લોકોએ તેના કોલર આઈડીને બ્લેકમેલ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

જણાવી દઈએ કે પોલીસે હાલમાં આરોપી વિદ્યાર્થી, તેના શિમલામાં રહેતા મિત્રની ધરપકડ કરી છે અને અન્ય એકની અટકાયત કરી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ્યારે આરોપી યુવકનો નંબર ચેક કર્યો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ નંબર પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે આ બ્લેકમેલિંગ છે. આનો સીધો અર્થ એ થયો કે આ યુવક ભૂતકાળમાં પણ અનેક લોકોને બ્લેકમેલ કરી ચૂક્યો છે.

ટ્રુ કોલરના 55 લોકોએ રિપોર્ટ કર્યો છે

તેના ટ્રુ કોલર આઈડીના સ્ક્રીન શોટમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 55 લોકોએ આરોપી યુવકને સ્કેમર જાહેર કર્યો છે. આટલું જ નહીં, લોકોએ તેના આઈડી પર કોમેન્ટ પણ કરી છે, જેને તે બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એક યુવકે કોમેન્ટ કરી છે કે, ‘બ્લેકમેઈલિંગ અને કોલિંગ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ મારી બહેનને કોણ બ્લેકમેલ કરી રહ્યું છે?આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, ‘મને પણ આ જ તકલીફ છે કે મારી પત્નીને ફોન કરવામાં આવી રહ્યા છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

વિદ્યાર્થી આને વીડિયો મોકલતો હતો

આ મામલો સામે આવ્યા બાદ આરોપી વિદ્યાર્થીની યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન વિદ્યાર્થીએ કબૂલાત કરી હતી કે તે શિમલામાં રહેતા એક વ્યક્તિને વીડિયો મોકલતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તે યુવક છે જે ઇન્ટરનેટ પર તે વીડિયો અપલોડ કરતો હતો. આરોપી વિદ્યાર્થીએ પોલીસને એમ પણ જણાવ્યું છે કે યુવકે તેને બ્લેકમેલ કર્યો છે અને તેના વીડિયો પણ આ યુવક પાસે છે..’

Next Article