OMG : વધુ બાળકો વધુ ઈનામ ! આ રાજ્ય વધુ બાળકો પેદા કરનાર દંપતીને આપી રહી છે ઈનામ

|

Oct 14, 2021 | 2:25 PM

રોયતેએ જણાવ્યું હતું કે, મિઝોરમમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં 52 લોકોની વસ્તી છે અને રાષ્ટ્રીય સરેરાશ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા 94 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટરની જરૂર છે. જેથી વસ્તીને પ્રોત્સાહન આપવા માટે આ પહેલ કરવામાં આવી છે.

OMG : વધુ બાળકો વધુ ઈનામ ! આ રાજ્ય વધુ બાળકો પેદા કરનાર દંપતીને આપી રહી છે ઈનામ
Robert Romawia Royte (File Photo)

Follow us on

Mizoram : મિઝોરમના નાગરિક સમાજ સંગઠન દ્વારા વધુ બાળ ઉછેરની પહેલને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના રમતગમત મંત્રી (Sports Minister) રોબર્ટ રોમાવિયા રોયતેએ મંગળવારે 17 માતા-પિતાને એવોર્ડ અને ઈનામ આપીને સન્માનિત કર્યા હતા. સ્થાનિક લોકો રમતગમત મંત્રી રોયતેને ‘આરઆરઆર’ તરીકે ઓળખે છે.રોયતેએ જૂનમાં ‘ફાધર્સ ડે’ પ્રસંગે તેમના મતવિસ્તારમાં મિઝો સમુદાયોમાં વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સૌથી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને એક લાખ ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

મિઝો વસ્તીના વિકાસ દરમાં ઘટાડો એક ગંભીર સમસ્યા : રોયતે 

જે અંતર્ગત રોયતેએ (Robert Romawia Royte)તુઇથિયાંગ વિસ્તારની એક વિધવા મહિલાને એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપ્યો હતો, જેને 15 બાળકો છે અને તેમાંથી સાત દીકરા છે.જ્યારે ચિંગા વેંગમાં રહેતી અન્ય મહિલાને 30,000 રૂપિયાનું ઇનામ આપીને સન્માનીત કરી હતી જેને 13 બાળકો છે.ઉપરાંત બે મહિલાઓ અને એક પુરૂષને 20-20 હજાર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ,જેમને 12 બાળકો છે. તેમજ આઠ બાળકોવાળા 12 વાલીઓને પાંચ હજાર રૂપિયાનું ઇનામ અને પ્રશસ્તિપત્ર આપીને પ્રોત્સાહન આપ્યુ હતુ. રોયતે વસ્તી અંગે જણાવ્યુ હતુ કે, મિઝો વસ્તીના (Mizoram Population) વિકાસ દરમાં ઘટાડો એક ગંભીર સમસ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મિઝોરમ રાજ્યની વસ્તી

વસ્તી ગણતરીના આંકડા મુજબ, 2011 માં મિઝોરમની વસ્તી 10.97 લાખ હતી, જે 2001 ની વસ્તી કરતા 23.48 ટકા વધુ હતી. મિઝોરમની વસ્તી 1971-1981ની વચ્ચે ઝડપથી વધી હતી.ત્યારે વસ્તી 48.55 ટકાના દરે વધતી જોવા મળી. આથી હાલ રાજ્યમાં વસ્તી વુધ્ધિનો દર નીચો જોવા મળી રહ્યો છે.

બે બાળકોના નિયમનું પાલન કરવું અસ્વીકાર્ય અને અતાર્કિક 

રોયતેએ જણાવ્યુ કે, “મિઝોરમ જેવા રાજ્યમાં બે બાળકોના નિયમનું પાલન કરવું અસ્વીકાર્ય અને અતાર્કિક છે જ્યાં વસ્તીની ગીચતા પ્રતિ વર્ગ કિલોમીટર માત્ર 52 વ્યક્તિઓ છે જ્યારે અન્ય રાજ્યોમાં 600 ચોરસ કિલોમીટર પ્રતિ વ્યક્તિ છે.”

વસ્તી વધારાને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ

ઉલ્લેખનીય છે કે, આસામ અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) જેવા રાજ્યોમાં વધતી જતી વસ્તીને રોકવા માટે બે બાળકોની નીતિ અમલમાં મુકવામાં આવી છે. જ્યારે મિઝોરમ જેવા રાજ્યો વસ્તી વધારાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.રોયતેએ જણાવ્યું હતું કે, મિઝોરમમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં 52 લોકોની વસ્તી છે અને રાષ્ટ્રીય સરેરાશ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા 94 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટરની જરૂર છે. તમને જણાવી દઈએ કે, મિઝોરમની વસ્તીમાં મિઝો આદિવાસીઓ 87 ટકા છે.

 

આ પણ વાંચો : Video : આ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ખુલ્લેઆમ પોલ ખુલી ગઈ, ભ્રષ્ટાચારની વાતો કરતા નેતાજીનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : Maharashtra: નવાબ મલિકે NCB પર પ્રહાર કર્યો, કહ્યું, આ લોકો તમાકુ અને ગાંજા વચ્ચે ભેદ કરી શકતા નથી

Published On - 2:25 pm, Thu, 14 October 21

Next Article