Mission karmyogi : ‘મિશન કર્મયોગી’ની શરૂઆત પહેલાજ કકળાટ, પ્રોજેક્ટનાં માપદંડનો NPC અને IIMએ વિરોધ કર્યો

|

Jun 28, 2021 | 4:00 PM

Mission karmyogi : ભારતના સાત મંત્રાલયોની (Ministries) યોગ્યતામાં સુધારણા કરવા માટે રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ (NPC) અને ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IIM) ને માપદંડને આધારે પાત્રતા ન આપતા વિરોધ દર્શાવ્યો છે.

Mission karmyogi : મિશન કર્મયોગીની શરૂઆત પહેલાજ કકળાટ, પ્રોજેક્ટનાં માપદંડનો NPC અને IIMએ વિરોધ કર્યો
Indian institute of management

Follow us on

Mission karmyogi : વડાપ્રધાનનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન કર્મયોગી’ ના ભાગ રૂપે નાણા મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સહિત મહત્વના સાત મંત્રાલયો અને વિભાગોના કામની ફાળવણી માટે એક અગ્રણી HR કન્સલ્ટન્સી ફર્મને મંજુરી આપી છે.

સરકાર દ્રારા રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ (NPC) અને ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IIM) અમદાવાદને કહેવામાં આવ્યું  કે, તેઓ ભારતના સાત મંત્રાલયોની (Ministries) યોગ્યતામાં સુધારણા કરવા માટે પાત્રતા ધરાવતા નથી, ત્યારે NPC અને IIM દ્વારા સરકારના આ માપદંડનો વિરોધ કરવામા આવ્યો હતો.

એક અહેવાલ બાદ, સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મહત્વાકાંક્ષી ‘મિશન કર્મયોગી’ (Mission Karmyogi) પ્રોજેક્ટનાં ભાગ રૂપે નાણા મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સહિત મહત્વના સાત મંત્રાલયો અને વિભાગોની (Department)  કામ ફાળવણી માટે સરકારે અગ્રણી HR કન્સલ્ટન્સી (Consultancy) ફર્મની રચના કરવા અંગે વિચારણા કરી હતી.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

પ્રોજેક્ટ માટે થયેલી સરકાર સાથેની બેઠકમાં NPC (national Productivity council) અને IIM (Indian institute of management) એ સરકારનાં યોગ્યતાના માપદંડ પર સખત વાંધો ઉઠાવ્યો હતો. જો કે  સરકારે કહ્યું હતું કે, તેના દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડમાં કોઈ ફેરફાર કરાશે નહી.

પ્રોજેક્ટ માટે જે તે સંસ્થાએ  ભારતીય કંપની અધિનિયમ, 1956, એલએલપી એક્ટ, 2008 અથવા ભાગીદારી અધિનિયમ, 1932નો અમલ કરવાનો રહેશે. ઉપરાંત, છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં સમાવિષ્ટ છે તેવી નોંધણી કરાવવી આવશ્યક છે. જો કે, NPCએ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ નોંધણી કરી હતી.

IIMએ બેઠકમાં જણાવ્યું હતું કે, આઈઆઈએમ એક્ટ, 2017 મુજબ તે એક બોડી કોર્પોરેટ હતી, પરંતુ સરકારે નક્કી કરેલી પાત્રતાના આધારે નોંધાયેલ નથી. વધુમાં IIMએ જણાવ્યું હતું કે, તે છેલ્લા 59 વર્ષથી કાર્યરત છે.

NPCએ બેઠકમાં જણાવ્યું હતું કે, તે 1958 થી તે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્ર બંનેને સલાહ આપી રહી છે. જોકે, સરકારે કહ્યું હતું કે તેના પાત્રતાના માપદંડમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

જો કે પ્રોજેક્ટ માટે સરકારે એવી પણ શરત મૂકી હતી કે, પાત્રતા માટે જે તે સંસ્થાએ ઓછામાં ઓછા ત્રણ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલા હોવા જોઈએ.

Next Article